Last Updated on February 28, 2021 by
ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. જે માટે ગુજરાત પોલીસે ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરી છે.10 વાગ્યા સુધીમાં જિલ્લા-તાલુકા અને પંચાયતમાં સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. ત્રણ કલાકથી ગામડાઓમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં બમ્પર મતદાનના એંધાણ છે. રાજ્યભરમાં આજે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે.
ગ્રામ્ય વિસ્તારમાં બમ્પર મતદાનના એંધાણ
ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. પક્ષોના નેતાઓ પણ મતદાન કરવા નિળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતના વિરમગામ ખાતેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વિરમગામમાં મતદાન કર્યુ છે. જોકે, તેઓ કોંગ્રેસને મત આપી શક્યા ન હતા.
- કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને મત ના આપી શક્યા
- હાર્દિક પટેલે વિરમગામ માં જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નહીં
- વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષ ની પેનલ
હાર્દિક પટેલે વિરમગામ માં જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નહીં
- કોંગ્રેસ ને વોર્ડ નંબર 2 માં ના મળ્યા ઉમેદવાર
- અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલનું નિવેદન
કારણ કે વિરમગામ નગર પાલિકા વોર્ડ નંબર બેમાં ભાજપ- અપક્ષની પેનલ હતી. વોર્ડ નંબર બેમાં કોંગ્રેસે ઉમેદવારો જ મળ્યા ન હતા. ત્યારે હાર્દિક પટેલે અપક્ષ ઉમેદવારને મતદાન કર્યુ છે. વિરમગામ માં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષો ની પરંપરા છે. તેમણે મહત્વનું નિવેદન આપ્યું કે અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31