GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી/ ભાજપ વિજયની હેટ્રિક નોધાવવા તત્પર તો ગ્રામ્ય વિસ્તારમાં જીતવા કોંગ્રેસના મરણિયા પ્રયાસ

Last Updated on February 28, 2021 by

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ રહી છેે. સવારના 10 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ મળીને 5481 બેઠકો માટે 22176 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2,97,29,871 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પંચાયતોની ચૂંટણીમાં અનઈચ્છિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

પંચાયતની ચૂંટણીમાં ભાજપના 8161 ઉમેદવારો, કોંગ્રેસના 7778 અને આપના 2090, અન્ય પક્ષોના 4136 ઉમેદવારો એમ કુલ મળીને 22165 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પાટીદાર આંદોલન હોવાના કારણે કોંગ્રેસનો પંચાયતની ચૂંટણીમાં રાજકીય લાભ થયો હતો પણ આ વખતે કોંગ્રેસ માટે ગ્રામ્ય વિસ્તારોમાં મેળવવા મુશ્કેલ છે. આ તરફ પેટાચૂંટણીઓ અને મહાનગરપાલિકામાં સતત વિજયવાવટો લહેરાવતા ભાજપની માટે ઉજળી તક છે. ભાજપ ગ્રામ્ય વિસ્તારોમાં સારો દેખાવ કરી વિજયની હેટ્રિક કરવા તત્પર છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી

સ્થાનિક સંસ્થાકુલ બેઠકોભાજપકોંગ્રેસઆપઅન્યકુલ ઉમેદવારો
31 જિલ્લા પંચાયત9809549373044602,655
231 તાલુકા પંચાયાત4,7744,5941,0671,95211,265 
81 નગર પાલિકા2,5242,5552,2477191,7247,245
કુલ8,2788,1617,7782,0904,13622,165

ભાજપે વિકાસની સાથે સાથે લવ જેહાદ અને રામમંદિરના મુદ્દે મત માંગ્યા છે. જોકે, શહેરી મતદારો પ્રતિસાદ પણ આપ્યો છે. કોંગ્રેસે ખેડૂત આંદોલન, બેરોજગારી ,મોંઘવારી મુદ્દે મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા છે. કોંગ્રેસ માટે પંચાયતોની ચૂંટણી જીતવી એ પડકાર છે કારણ કે, કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી માટે આ છેલ્લી તક છે.

2015માં પાટીદારોને પગલે કોંગ્રેસનો દબદબો હતો

ગત 2015માં પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. જેમાં પાટીદારોનું રોલર ફળી વળ્યું હતું. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આમ 2015નો માહોલ અને હાલનો માહોલ હાલમાં અલગ છે. ભાજપને આશા છે કે મોટા ભાગની જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાશે.

કોંગ્રેસ

નગરપાલિકામાં 95 બેઠકો બિનહરીફ

81 નગરપાલિકાની 2,524 બેઠકો માટે ભાજપના 2,555 અને કોંગ્રેસે 2,247 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આપ દ્વારા 719 ઉમેદવારો મેદાનમાં છે અને અન્ય 1,724 જેટલા મળીને કુલ 7,245 ઉમેદવારો મેદાનમાં છે. 2,524 બેઠકમાંથી 95 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે. નગર પાલિકામાં ાલમાં ભાજપનો દબદબો છે. ભાજપ આ દબદબો જાળવી રાખવા માગે છે

શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

તાલુકા પંચાયતમાં 4,774 બેઠકો પર યોજાશે ચૂંટણી


તાલુકા પંચાયતની 4,774 બેઠકો પર ભાજપ દ્વારા 4,652 કોંગ્રેસ દ્વારા 4,594 આપ દ્વારા 1,067 અન્ય 1,952 મળીને કુલ 12,265 ઉમેદવારો મેદાનમાં છે. 4774 બેઠકો પૈકીની 117 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. મહાનગરપાલિકામાં સુપડા સાફ થઈ જતા કોંગ્રેસે પંચાયતોની અને પાલિકાની ચૂંટણી જીતવા માટે મરણિયા પ્રયાસ કર્યા છે. હવે જોવાનું એ રહ્યું કે ગ્રામીણ મતદારો કયા મુદ્દાને સ્વીકારી કોને શાસન સોંપશે. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના મતોમાં આપ ગાબડું પાડશે તેનું કારણ એ છે કે, આપના 2090 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જોકે પાલિકા પંચાયતોની ચૂંટણીમાં ઓવીસીના પક્ષને ઝાઝો પ્રતિસાદ મળી શકે તેવી શક્યતા નહિવત્ છે. આમ છતાં પણ ઓવિસીના ઉમેદવારો કોંગ્રેસના મતોમાં ભાગલા પડાવી શકે છે પરિણામે કોંગ્રેસ ચિંતાતુર છે.

237 મતક્ષેત્રોમાં ઉમેદવારો બિનહરીફ  

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં આવતીકાલે ચૂંટણી યોજાશે. જોકે, આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાંથી 237 મતક્ષેત્રો એવા છે જેમાં વોટિંગ અગાઉ જ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થઇ ચૂક્યા છે. જેમાં જિલ્લા પંચાયતમાંથી 25, તાલુકા પંચાયતમાંથી 117 અને નગરપાલિકામાં 95 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમ, આવતીકાલે 237 બેઠકો પર મતદાન યોજાશે નહીં. બિનહરિફ વિજેતા જાહેર કરાયેલા 237માંથી 230 ઉમેદવારો ભાજપના છે. 

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33