GSTV
Gujarat Government Advertisement

મતદાનનો દિવસ એટલે મતદારોનો દિવસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા માટે રસાકસી

બંગાળ

Last Updated on February 28, 2021 by

મતદાનનો દિવસ એટલે મતદારોનો દિવસ…લોકશાહી દેશમાં એક જ દિવસ મતદારોનો આવે છે. જેમાં જુના અનુભવો અને નવી આશાઓનું સમીકરણ સાથે એક-એક મતથી સત્તા બનતી હોય છે. આ મતોને આધારે ગાંધીનગર જિલ્લા પંચાયત કે જેને અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે તેનું ભવિષ્ય પણ નક્કી થશે.

લોકશાહી દેશમાં એક જ દિવસ મતદારોનો આવે છે

ગાંધીનગર જિલ્લામાં આજે મતદાનના દિવસે વિકાસનું કમળનેે કે પછી કોંગ્રેસના હાથને મતદારો આજે મતદાન કરીને સાથ આપશે.તો છેલ્લા ૧૦ દિવસથી પ્રચાર બાદ પણ રાજકીય પક્ષો મતદારોનો મિજાજ કળી શક્યા નથી અને બન્ને પક્ષો સત્તા બનાવવા માટે અવઢવમાં છે.

બન્ને પક્ષો સત્તા બનાવવા માટે અવઢવમાં છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લાને પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. કોંગ્રેસના આ ગઢમાં આજ દિન સુધી ભાજપ જનમત મેળવીને સત્તા મેળવી શક્યુ નથી. સૌથી મોટા લોકશાહી દેશમાં મતદાનના દિવસને મતદારના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામ-સામે ટકરાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સામ-સામે ટકરાશે

એક બાજુ ભાજપની વિકાસની વાતો તો બીજીબાજુ કોંગ્રેસના નવસર્જનના વાયદારૃપી છેલ્લા દસ દિવસથી જિલ્લામાં ચાલતા પ્રચાર બાદ મતદારોનું આકળ મૌન જોવા મળે છે. આ મતદારો ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કમળ ખીલવશે કે પછી કોંગ્રેસના હાથને સાથ આપશે તે તો આગામી બીજી માર્ચના રોજ થનારી મતગણતરીના પરિણામો ઉપરથી જ ખબર પડશે.ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં કુલ ૩૦ બેઠકો હતી તેમાં ૨૫ કોંગ્રેસના હાથમાં રહી હતી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33