GSTV
Gujarat Government Advertisement

ઈતિહાસ રચાયો/ નવા વર્ષનું પ્રથમ મિશન : ISROએ સફળતા પૂર્વક લોન્ચ કર્યું અમેઝોનિયા-1, મોદીની તસવીર પહોંચશે અવકાશમાં

Last Updated on February 28, 2021 by

વર્ષ 2021ના પ્રથમ અવકાશ અભિયાન હેઠળ રવિવારે PSLV-C51 થકી 19 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું કાઉન્ટ ડાઉન શનિવારે શરૂ થઈ ગયું હતુ, અને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે.. ઈસરોએ જણાવ્યું કે, PSLV-C51 એ પીએસએલવીનું 53મું મિશન છે, જેના થકી બ્રાઝિલના અમેજોનિયા-1 સેટેલાઈટને અવકાશમાં મોકલવામા આવશે.આ સેટેલાઈટના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટીસૈટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈંન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે, આ સેટેલાઈટ પર વડાપ્રધાન મોદીની તસ્વીર અને નામ છપાયેલુ છે.

બ્રાઝિલના અમેજોનિયા-1 સેટેલાઈટને અવકાશમાં મોકલવામા આવશે

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન PSLV-C51 દ્વારા આજે સવારે 10 કલાકને 24 મિનિટ પર 19 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યુ છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટરથી PSLV-C51ને લોન્ચ કરાશે. તેના દ્વારા બ્રાઝીલના એમેજોનિયા – 1 સેટેલાઈટને પણ મોકલવામાં આવશે. અમેજોનિયા-1 પ્રાઈમરી સેટેલાઈટ છે. તેની સાથે 18 બીજા કોમર્શિયલ સેટેલાઈટ્સને પણ પ્રક્ષેપિત કરાશે. તેમાં એક સેટેલાઈટ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ બનાવ્યુ છે.

સ્પેસ કિડ્ઝ ઈન્ડિયાએ એક sd કાર્ડમાં ભગવદ્ ગીતાની ઈલેકટ્રોનિક તસ્વીરને અવકાશમાં મોકલવા માટે સૂરક્ષિત કરાઈ છે. તે ઉપરાંત સેટેલાઈટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર પણ લગાવવામાં આવી છે.

pslv રૉકેટ માટે ઘણુ લાંબુ અભિયાન

2021 માં ભારતનું આ પ્રથમ અવકાશ મિશન પીએસએલવી રોકેટ માટે પૂરતું હશે કારણ કે તેની ઉડાનનો સમય 1 કલાક, 55 મિનિટ અને 7 સેકન્ડનો રહેશે. જો રોકેટ યોગ્ય રીતે લોંચ કરશે તો ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલા વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 342 હશે. ઇસરોએ જણાવ્યું હતું કે એમેઝોનિયા -1 ઉપગ્રહની મદદથી એમેઝોન ક્ષેત્રમાં અને બ્રાઝિલમાં કૃષિ ક્ષેત્રને લગતા વિવિધ વિશ્લેષણ માટે વપરાશકર્તાઓને રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરીને હાલની રચનાને મજબૂત બનાવવા માટે કામ કરવામાં આવશે.

18 અન્ય સેટેલાઈટ્સમાંથી 4 આ ઈન-સ્પેસમાંથી છે. જેમાંથી ત્રણ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના સંઘ યૂનિટીસેટ્સ છે. જેમાં શ્રીપેરંબદૂરમાં સ્થિત જેપ્પિઆર ઈન્સ્ટીટયૂટ ઑફ ટેક્નોલોજી, નાગપુરમાં સ્થિત જીએચ રાયસોની કૉલેજ ઓફ એન્જીનીયરિંગ અને કોયમ્બતૂરમાં સ્થિત શ્રી શક્તિ ઈન્સ્ટીટયૂટ ઑફ એન્જીનીયરિંગ એંડ ટેકનોલોજી સામેલ છે. એકનું નિર્માણ સતીશ ધવન સેટેલાઈટસ સ્પેસ કિડ્ઝ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. અને 14 NSILથી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સતીશ ધવન સેટેલાઈટ વડાપ્રધાન મોદીની તસ્વીર અને ભગવત ગીતા સહિત 25,000 ભારતીય લોકો (ખાસ કરીને વિદ્યાર્થીઓ)ના નામ લઈને અંતરિક્ષમાં પહોંચશે.

સતીશ ધવન સેટેલાઈટ બનાવનાપી કંપની સ્પેસ કિડ્સ ઈંડિયાના સંસ્થાપક અને સીઈઓ ડો. શ્રીમથી કેસને મીડિયાને જણાવ્યુ હતું કે, અંતરિક્ષમાં જનારો પ્રથમ ઉપગ્રહ હશે, તેમણે કહ્યુ હતું કે, અમારો આખો સ્ટાફ ખૂબ જ ઉત્સાહિ છે. જ્યારે અમે આ મિશનને અંતિમ સ્વરૂપ આપ્યુ તો અમે લોકો પાસેથી નામ મગાવ્યા છે, જે અંતરિક્ષમાં મોકલવા ઈચ્છે છે. ત્યાર બાદ એક અઠવાડીયામાં અમને 25,000 અરજી મળી હતી. જેમાંથી 1,000 નામ ભારત બહારના લોકોના પણ નામ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33