Last Updated on February 28, 2021 by
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાઢીને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં હવે બે મંત્રીઓ મોદીની દાઢીને લઇને એકબીજાની સાથે ઝઘડો કરતા જોવા મળ્યા હતા. રાજસૃથાનના બે નેતાઓ ટ્વિટર પર મોદીની દાઢીને લઇને એકબીજાની સાથે ટકરાતા જોવા મળ્યા હતા. રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા વચ્ચે શુક્રવારે મોદીની દાઢીને લઇને ટ્વિટર પર જંગ જોવા મળી હતી.
કોંગ્રેસના નેતા ગોવિંહસિંહે મોદી અંગે ટ્વિટ કર્યું
સૌથી પહેલા કોંગ્રેસના નેતા ગોવિંહસિંહે મોદી અંગે ટ્વિટ કર્યું હતું, જેના જવાબમાં ગજેન્દ્રસિંહે કહ્યું કે ગોવિંદસિંહ કહે છે કે દાઢી રાખવાથી મોદી ટાગોર નહીં બની જાય, ટાગોરની દાઢી, દાદીનું નાક અને નામદાર નામથી કોંગ્રેસ આગળ વધશે તે પહેલા દેશ તેને ક્યાંય પાછળ છોડી આવ્યો હશે.
બે મંત્રીઓ મોદીની દાઢીને લઇને એકબીજાની સાથે ઝઘડો કરતા જોવા મળ્યા
જવાબમાં ગોવિંદસિંહે કહ્યું કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ વાતો તો તમે બહુ સારી કરી લો છો, કામ અંગે શુ વિચાર્યું છે? રાજસ્થાનની જનતાના કામ કરો અને કાળા કાયદાને પરત લો નહીં તો આગામી ચૂંટણીમાં ન તો તમારા દાઢી વાળા બાબા કામ આવશે ન તો તમારી આ શેરો શાયરીઓ. મોદીની દાઢીને લઇને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
સૌથી પહેલી શરૂઆત કોંગ્રેસના નેતાએ કરી હતી, તેમણે મોદીની દાઢીને લઇને ટોણો માર્યો હતો કે મોદીજી ટાગોર જેવી દાઢી રાખી લેવાથી ટાગોર નથી બની જવાતું. જે બાદ વિવાદ શરૂ થયો હતો. હાલ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે મોદી અને ટાગોરને લઇને ચર્ચાએ જોર પકડયું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31