Last Updated on February 28, 2021 by
ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાશે. જે માટે ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યને મતદાન મથકો સુધી પહોંચાડવાની અંતિમ કાર્યવાહી કરાઇ છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. જે માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તૈનાત કરાઇ છે. ૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે. જેથી નજર રાખી શકાય.
૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ
- બેઠક ૪,૭૭૩
- બિનહરીફ ૧૧૬
- મતદારોની સંખ્યા ૨,૫૫,૯૩,૩૨૪
- મતદાન મથક ૩૧,૧૫૩
- સંવેદનશીલ મતદાન મથક ૬,૪૪૩
- અતિ સંવેદનશીલ મતદાન મથક ૩,૫૩૨
- ઈવીએમ ૭૦,૭૮૦
- પોલીસ સ્ટાફ ૬૩,૫૫૦
રાજ્યની 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાનનું આયોજન કરાયુ છે. તાલુકા પંચાયતમાં 116 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. તાલુકા પંચાયતમાં કુલ 2 કરોડ 55 લાખ 93 હજાર 324 મતદારો છે. 31 હજાર 153 મતદાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી 6 હજાર 443 મતદાન કેન્દ્ર સંવેદનશીલ અને 3 હજાર 532 મતદાન કેન્દ્ર અતિ સંવેદનશીલ છે. તાલુકા પંચાયતની ચૂંટણી માટે 70 હજાર 780 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. તો 63 હજાર 550 જેટલા પોલીસ જવાનને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
63 હજાર 550 જેટલા પોલીસ જવાનને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા
૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. આવતીકાલે રાજ્યના 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકાની 4774 બેઠકો, 81 પાલિકાની 2720 બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા 13 પાલિકાની 17 બેઠકોની પેટાચૂંટણી યોજાશે. અત્રે એ યાદ રાખવું પણ જરૂરી છે કે 25 જિલ્લા અને 117 તાલુકાની 95 બેઠકો બિનહરીફ થઈ છે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આવતીકાલે અંતિમ તબક્કો છે. જેના પરિણામો 2જી માર્ચના રોજ જાહેર થશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમ કેદ થશે. કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ છે. ભાજપ માટે 2015 કરતાં હાલમાં ઉજળી સ્થિતિ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31