GSTV
Gujarat Government Advertisement

ઐતિહાસિક ક્ષણ: સેટેલાઈટ સાથે જશે વડાપ્રધાન મોદીની આ તસ્વીર, કુલ 25,000 લોકોના નામ સાથે ભગવત ગીતા પણ જશે

Last Updated on February 27, 2021 by

વર્ષ 2021ના પ્રથમ અવકાશ અભિયાન હેઠળ રવિવારે PSLV-C51 થકી 19 સેટેલાઈટ લોન્ચ કરાશે. આ અભિયાનનું કાઉન્ટ ડાઉન શનિવારે શરૂ થઈ ગયું. ઈસરોએ જણાવ્યું કે, PSLV-C51 એ પીએસએલવીનું 53મું મિશન છે, જેના થકી બ્રાઝિલના અમેજોનિયા-1 સેટેલાઈટને અવકાશમાં મોકલવામા આવશે.આ સેટેલાઈટના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટીસૈટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈંન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. સૌથી મોટી વાત તો એ છે કે, આ સેટેલાઈટ પર વડાપ્રધાન મોદીની તસ્વીર અને નામ છપાયેલુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, સતીશ ધવન સેટેલાઈટ વડાપ્રધાન મોદીની તસ્વીર અને ભગવત ગીતા સહિત 25,000 ભારતીય લોકો (ખાસ કરીને વિદ્યાર્થીઓ)ના નામ લઈને અંતરિક્ષમાં પહોંચશે.

સતીશ ધવન સેટેલાઈટ બનાવનાપી કંપની સ્પેસ કિડ્સ ઈંડિયાના સંસ્થાપક અને સીઈઓ ડો. શ્રીમથી કેસને મીડિયાને જણાવ્યુ હતું કે, અંતરિક્ષમાં જનારો પ્રથમ ઉપગ્રહ હશે, તેમણે કહ્યુ હતું કે, અમારો આખો સ્ટાફ ખૂબ જ ઉત્સાહિ છે. જ્યારે અમે આ મિશનને અંતિમ સ્વરૂપ આપ્યુ તો અમે લોકો પાસેથી નામ મગાવ્યા છે, જે અંતરિક્ષમાં મોકલવા ઈચ્છે છે. ત્યાર બાદ એક અઠવાડીયામાં અમને 25,000 અરજી મળી હતી. જેમાંથી 1,000 નામ ભારત બહારના લોકોના પણ નામ છે.

કેસને વધુમાં જણાવ્યુ હતું કે, કેટલાય સ્પેશન મિશનમાં લોકો પોતાની સાથે બાઈબલ લઈને જતાં હોય છે. તેને જોતા સેટેલાઈટમાં ભગવત ગીતા અને પીએમ મોદીની તસ્વીર મોકલવાનો નિર્ણય લીધો છે. અમારૂ માનવું છે કે, આ સેટેલાઈટ આત્મનિર્ભર ભારતને આગળ વધારશે. કારણ કે, તે સંપૂર્ણપણે ભારતમાં વિકસીત થયું છે. તેમાં એક ચિપ પણ લગાવી છે જે ટેક્સ ફોર્મમાં ભગવત ગીતા તેને લઈને ઉપર જશે.

PSLV-C51માં 637 કિલોનું બ્રાઝિલિયન સેટેલાઈટ એમેઝિનોયા-1 ઉપરાંત 18 અન્ય સેટેલાઈટ્સ પણ છે. જેમાંથી 13 અમેરિકાના છે. વર્ષ 2021માં ભારતનું આ પ્રથમ અવકાશ મિશન પીએસએલવી રોકેટ માટે ઘણો લાંબો રહેશે. આ ઉડાનનો સમય 1 કલાક, 55 મિનિટ અને 7 સેકન્ડ રહેશે. જો રવિવારે સવારે રોકેટ લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ થશે તો ભારત તરફથી લોન્ચ કરવામા આવેલા વિદેશી સેટેલાઈટની સંખ્યા 342 થઈ જશે.

PSLV-C51એ ઈસોરની ન્યૂસેપ્સ ઈન્ડિયા લિમિટેડ- NSILનું પ્રથમ કોમર્શિયલ મિશન છે. ચેન્નાઈ પાસેના 100 કિ.મી.ના અંતરે શ્રીહરિકોટાથી 28 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યાને 24 મિનિટે PSLV-C51 ઉડાન ભરશે. અમેઝોનિયા-1 સેટેલાઈટની મદદથી અમેઝોન જંગલમાં કપાતા વૃક્ષો અને બ્રાઝિલના કૃષિ ક્ષેત્ર સંબંધિત વિશ્લેષણ અંગે માહિતી મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33