GSTV
Gujarat Government Advertisement

એક આઇશા એવી જે ખુશમિજાજ હતી, હસતા મુખે મોત વહાલું કર્યું / કહેતી ગઈ: દુઆઓમે યાદ રખના

Last Updated on February 27, 2021 by

અમદાવાદના વટવામાં રહેતી આઇશાના આપઘાત પ્રકરણમાં પોલીસે ગુનો નોંધ્યો છે. આ કેસમાં વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં આઇશાનો પતિ દહેજ માગી ઝઘડો કરી આઇશાને પિયરમાં મૂકી ગયો હતો. જે બાદ જમાઈ આરીફ આઇશાના ઘરે આવ્યો અને દહેજ માગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. જે બાદ આઇશાએ વટવા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે અંતે કંટાળેલી આઇશાએ મોતને વ્હાલુ કર્યું હતું.

આઇશા

સ્યુસાઇડ પોઇન્ટ બનેલી સાબરમતી નદી અત્યારસુધીમાં અનેક લોકોની આત્મહત્યાની સાક્ષી બની ચૂકી છે. પરંતુ આ પહેલા ક્યારેય આવું નથી બન્યું કે મોતને પામવા આવેલી વ્યકિતના ચહેરા પર સ્મિત જોવા મળતું હોય, કે મોતને પામવા આવેલી વ્યકિતને મોતનો જરા પણ ડર ન હોય અને તેને આવી રીતે વીડિયો બનાવ્યો હોય, કે મોતને પામવા આવેલી વ્યકિતએ સાબરમતીને સંબોધિત કરી હોય કે એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે.

વીડિયોમાં જોવા મળતી આઇશા હવે આ દુનિયામાં નથી રહી. પણ, તેણે આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા પોતાના હસતા મુખે તૈયાર કરેલો વીડિયો ચોતરફ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં આઇશાએ હસતા મુખે પોતાનું જે દર્દ વ્યકત કર્યું છે તે સમાજના ઘણા લોકો માટે એક મેસેજ સમાન છે.

આઇશા વીડિયોમાં તેના પિતાને સંબોધિત કરતી જણાઇ તેના પિતાને કેસ પાછો લઇને આરીફ ખુશ રહે તે માટે દુઆ કરતી જણાઇ ત્યારે આઈશાના આપઘાત કેસમાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ કરતા આઈશાએ મરતા પહેલા બનાવેલો વિડીયો તેના પતિ આરીફને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આપણા સમાજમાં આપઘાતના અનેક બનાવો બનતા હોય છે. પરંતુ, આ આપઘાતને થોડી સમજણથી નિવારી શકાય છે તે પણ હકિકત છે આપઘાત જ એકમાત્ર ઉપાય છે તેવું સમજનારા લોકો માટે એ વાત કહેવી પડે કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે બસ જરૂર હોય છે સાથ સહકારની.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33