GSTV
Gujarat Government Advertisement

ડીઝલના વધતા ભાવથી પીડાતા ખેડૂત માટે વધુ એક આફત, સરકારના આ નિર્ણયથી જગતનો તાત નારાજ

Last Updated on February 27, 2021 by

જુનાગઢના ખેડૂતોમાં ખાતરના ભાવ વધારાને લઇ રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ કહ્યું હતુ કે ખાતરમાં ભાવ વધારો કરતાં પહેલા ટેકાના ભાવમાં પણ વધારો જાહેર કરવો જોઈએ. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતાં ખેતી કરવી મોંઘી થઈ જશે. દવા બિયારણના ભાવ બાદ હવે ખાતરનો ભાવ વધારોએ ખેતી ભાંગી નાખશે.

ખેડૂત

ખેડૂતો મજબૂર થઈને ખેતી છોડી રહ્યાં છે. સરકાર ઉદ્યોગપતિઓને જમીનની લહાણી કરે છે. તો ટેક્સની માફી અને વીજ બીલમાં પણ રાહત આપે છે. જ્યારે ખેડૂતોને એક બાદ એક ડામ આપે છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર ચૂંટણી સમયે ભાવ વધારો કરે તે નવીન વાત કહેવાય. જો કે ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

માંગરોળના ખેડૂતોએ ખાતરના ભાવ વધારાને લઇ રોષ વ્યક્ત કર્યો. ખેડૂતોએ કહ્યું હતુ કે ખાતરમાં એક થેલીમાં રૂપિયા 300 જેટલો ભાવ વધતાં ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાતરની એક થેલીના રૂપિયા એક હજાર 200 હતા. જે વધીને રૂપિયા એક હજાર પાંચસો થઇ ગયા છે. બીજી તરફ દવાના ભાવમાં પણ 30 ટકા ભાવ વધારો થતા ખેડૂતોની હાલત દયનીય બની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33