GSTV
Gujarat Government Advertisement

ભારત માટે ગર્વની વાત: વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થયું વિશ્વ, ફરી એક વાર મળશે આ આંતરરાષ્ટ્રીય સન્માન

Last Updated on February 27, 2021 by

વડાપ્રધાન મોદી સમગ્ર દુનિયામાં આજે જાણીતો ચહેર બની ગયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે ભારત આગળ વધી રહ્યુ છે, તેનાથી સૌ કોઈ પ્રભાવિત થયાં છે. આ જ કારણ છે કે, પ્રધાનમંત્રી મોદીને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન મળવા જઈ રહ્યુ છે. આગામી અઠવાડીયે એક વાર્ષિક આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલન દરમિયાન પીએમ મોદીને સેરાવીક વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણ નેતૃત્વ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

મન કી બાત કરશે પીએમ મોદી

નરેન્દ્ર મોદીને ઉર્જા અને પર્યાવરણમાં સ્થિરતા પ્રત્યે કટિબદ્ધતા દર્શાવવા માટે આ સન્માન મળશે. આંતરરાષ્ટ્રીય ઉર્જા સંમેલનના આયોજક આઈએચએસ માર્કિટે જણાવ્યુ હતું કે, સંમેલનમાં એકથી પાંચ માર્ચની વચ્ચે આ કાર્યક્રમ આ વખતે વર્ચુઅલ રીતે આયોજીત કરવામાં આવશે. આ 39મો કાર્યક્રમ હશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી મુખ્ય ભાષણ પણ આપશે.

આ હસ્તીઓ પણ શામેલ થશે

સંમેલનમાં મુખ્ય વક્તાઓમાં જળવાયુ પરિવર્તન પર વિશેષ અમેરિકી રાજદૂત જોન કેરી, બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ અને બેકથ્રુ એનર્જીના સંસ્થાપક બિલ ગેટ્સ અને સઉદી અરામકોના સીઈઓ અમીન નાસર પણ શામેલ થશે.આઈએચએસ માર્કિટના વાઈસ ચેરમેન અને કોન્ફરન્સના અધ્યક્ષ ડેનિયલ યેરગિને કહ્યુ હતું કે, અમે ભારતના પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે ઉત્સુક છીએ.

પીએમ મોદી પર સૌની નજર

ડેનિયલ યેરગિને આગળ જણાવ્યુ હતું કે, અમે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ભૂમિકા લઈને વડાપ્રધાન મોદીને જોઈ રહ્યા છે. દેશ અને દુનિયાની ઉર્જા જરૂરિયાતોને પુરી કરવા માટે સતત વિકાસમાં ભારતના નેતૃત્વનો વિસ્તાર માટે કટિબદ્ધ વડાપ્રધાન મોદીને સેરાવિક ગ્લોબલ એનર્જી એન્ડ એનવાયરમેંટ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને તથા અમે તેને લઈને ખૂબ ખુશ છીએ.

ભારતના કર્યા ખોબલેને ધોબલે વખાણ

યેરગિને ભારતના વખાણ કરતા કહ્યુ હતું કે, ભારત આર્થિક વિકાસ, ગરીબી ઘટાડવા અને એક નવી ઉર્જા ભવિષ્યની દિશામાં આગળ વધારવા માટે વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણનું કેન્દ્ર બનીને ઉભર્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ વાર્ષિક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઉર્જા ઉદ્યોગથી જોડાયેલા નિષ્ણાંત સરકારી અધિકારીઓ અને નીતિ નિર્માતા સહિત અન્ય લોકો પણ શામેલ થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33