Last Updated on February 27, 2021 by
સુરતના વિવિધા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગર પાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે. જે અંતર્ગત બારડોલીમાં વિવિધ પંથકમાં વિવિધ બુથ માટે ફરજ બજાવતા અધિકારીઓની તંત્રએ ફાળવણી કરી છે. આવતીકાલ બારડોલી , કડોદરા અને માંડવી નગર પાલિકામાં પણ મતદાન થવાનુ છે.
માંડવી નગર પાલિકામાં પણ મતદાન થવાનુ છે
ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. બારડોલી નગરપાલિકાની ચૂંટણી માટે 49 બુથ છે. જેમાં 81 જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. જેતે પ્રિ સાઈડિંગ ઓફિસર અને સ્ટાફની આજે નિમણુક કરવામાં આવી છે..અને બુથ ઉપર ફરજ બજાવનાર અધિકારીઓને ઈવીએમની ફાળવણી કરી દેવાઈ છે.. બારડોલી બી એ બી એસ શાળા ખાતે બનાવેલ સ્ટ્રોંગ રૂમ ની જિલ્લા કલેક્ટર એ પણ મુલાકાત લીધી હતી. અને ચૂંટણી તૈયારી નું નિરીક્ષણ પણ કર્યું હતું.
ચૂંટણી તૈયારી નું નિરીક્ષણ પણ કર્યું
બારડોલી નગર ની 36 બેઠકો માટે 50 હજાર થી વધુ મતદારો મતદાન કરનાર છે. જ્યારે તાલુકા ની વાત કરી એ તો 22 બેઠકો પેકી બેઠક બિન હરીફ થતા 21 બેઠક ના 134 બુથ ઉપર મતદાન થવાનું છે. 274 જેટલા ઇ વી એમ પણ રાખવામાં આવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31