Last Updated on February 27, 2021 by
સુરતમાં દિલ્હી જેવી સુવિધા જોઈતી હોય તો આમ આદમી પાર્ટીને માત્ર પાંચ વર્ષ આપો અને ભાજપના પાછલા પચ્ચીસ વર્ષ ભુલી જશો. ભાજપ-કોંગ્રેસમાં જેની અવગણના થઈ રહી છે તેવા સારા માણસોને આપમાં જોડાવા માટે મારી અપીલ છે, એમ સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ-શો બાદ યોજાયેલી જાહેરભામાં જણાવ્યું હતું.
સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવીને રોડ-શોનો આરંભ કરાયો હતો
દિલ્હીના મુખ્યમંત્રી અને આદ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો આજે સુરતમાં રોડ-શો યોજાયો હતો. વરાછા માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવીને રોડ-શોનો આરંભ કરાયો હતો. બરોડા પ્રિસ્ટેજ, કાપોદ્રા, પુણા થઇ રોડ-શો સરથાણા જકાતનાકા પાસે સંપન્ન થયો હતો. તમામ વિસ્તારમાં રેલીને આવકાર અપાયો હતો. લોકો રેલી જોવા ટોળે વળતા ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો હતો.
गुजरात के लोग पूछ रहे हैं-25 साल भाजपा राज के बाद गुजरात में-
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 27, 2021
बिजली इतनी महँगी क्यूँ?
किसान आत्महत्या क्यूँ कर रहे हैं?
सरकारी अस्पताल और स्कूल खंडहर क्यूँ?
कितने सरकारी स्कूल बंद किए?
आपने आधी रात को ट्वीट किया? काश, गुजरात के लोगों के इन मुद्दों के लिए इतनी बेचैनी होती https://t.co/aXleCPIFwj
ધાબા પર ચઢીને રોડ-શોને આવકાર આપતા નજરે પડયા
ઘણા વિસ્તારોમાં લોકો ધાબા પર ચઢીને રોડ-શોને આવકાર આપતા નજરે પડયા હતા. ઘણા વિસ્તારમાં ફુલોનો વરસાદ પણ કરાયો હતો. સુરતમાં પાસની સભાઓ થતી ત્યારે હુ હુ હુ ના નારા યુવાનો લગાવતા હતા. તેવા જ નારા આજે કેજરીવાલના રોડ-શોમાં સાંભળવા મળ્યા હતા.
કેજરીવાલે જાહેર સભાને સંબોધન કર્યું હતું
સરથાણા જકાતનાકા પર રોડ-શો સંપન્ન થયા બાદ તક્ષશિલા અગ્નિકાંડમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો તે સ્થળે કેજરીવાલે જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પચ્ચીસ વર્ષના શાસનમાં ભાજપ સરકાર તમને મફત વિજળી અને પાણી આપી શકી નથી. પણ અમે દિલ્હીમાં આપ્યું છે.
Kindly do not mock and underestimate the power of common man https://t.co/za9c8HfyiF
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2021
પાંચ વર્ષ અમને આપો પાછલા પચ્ચીસ વર્ષ તમે ભુલી જશો
તમે આ વાત સાચી નહી માનો પણ દિલ્હીમાં કોઈ તમારા સબંધી રહેતા હોય તે લોકોને પુછીને સાચુ ખોટું સાબિત કરી શકો છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે, પાંચ વર્ષ અમને આપો પાછલા પચ્ચીસ વર્ષ તમે ભુલી જશો. પાંચ વર્ષમાં સુરતમાં પણ અમે તમને દિલ્હી જેવી સુવિધા આપી શકીએ છીએ.
સુરત મ્યુનિ.માં 27 બેઠકો જીતાડવા બદલ સુરતની પ્રજાનો આભાર માન્યો
ભાજપ શાસકોને આવી સુવિધા આપવાની દાનત નથી એટલે તેઓ તમને કશુ આપતાં નથી. સુરત મ્યુનિ.માં 27 બેઠકો જીતાડવા બદલ તેમણે સુરતની પ્રજાનો આભાર માની તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસમાં અનેક સારા માણસો છે પરંતુ તેમની અવગણના કરવામા આવે છે. આવા સારા માણસોને આપમાં પ્રવેશ આપવામા ંઆવશે અને તેમનું સન્મામ કરવામા ંઆવશે.
દિલ્હીના મોડલ પર આપ આખા દેશમાં ચૂંટણી લડી રહી છે
કેજરીવાલે કહ્યું કે , દિલ્હીમાં પહેલીવાર 28 કોર્પોરેટર જીત્યા હતા તેને કારણે વિધાનસભામાં 68 સીટો આવી હતી. તેઓની સારી કામગીરીને કારણે સતત બીજી વાર પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે. આજ મોડલ પર આખા દેશમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31