GSTV
Gujarat Government Advertisement

જોરદાર/ જો ચૂંટણીની ભીડને લીધે ગુજરાતમાં કોરોના વધ્યો તો તમામ પક્ષના કાર્યકરો પાસે કરાવીશું કમ્યુનિટી સર્વિસ, ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

Last Updated on February 27, 2021 by

ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે આજે રાજ્ય સરકારને ટકોર કરી છે કે ચૂંટણીની ભીડના કારણે કોરોનાના કેસો વધ્યા તો બધા રાજકીય પક્ષોના તમામ નોંધાયેલા કાર્યકરો પાસેથી કોમ્યુનિટી સર્વિસ કરાવવામાં આવશે. ચૂંટણી અને પરિણામોની ઉજવણીમાં કોરોનાના નિયમોના થયેલા ભંગ અંગે આજે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે માર્મિક ટકોર કરતા કહ્યું હતું કે ચૂંટણીના પરિણામોની ઉજવણી પૂર્ણ થયા બાજ જ સરકાર પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાના પગલાં લેવા સમક્ષ બનશે. કોરોના વાઇરસ અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં કોર્ટે આ ટકોર કરી છે. સુઓમોટોની વધુ સુનાવણી આગામી દિવસોમાં નિયત કરવામાં આવી છે અને આ સુનાવણી અંગેનો આદેશ આગામી સમયમાં જારી કરવામાં આવશે.

ચૂંટણી

પરિણામોની ઉજવણીમાં કોરોનાના નિયમોના થયેલા ભંગ અંગે આજે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

કોરોના વાઇરસ અંગે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં કોર્ટે આ ટકોર કરી

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે કોરોનાના કેસો હવે ફરી વધી રહ્યા છે. તેની સામે રાજ્ય સરકારે કયા-કયા પગલાં લીધા છે. જેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે જરૃર લાગશે તો પહેલાંની જેમ નિયમો કડક કરવામાં આવશે. અત્યારે હોસ્પિટલોમાં કોરોના માટેના વધુ રૃમ તૈયાર કરાઇ રહ્યા છે, જેથી સંજોગવશાત્ કેસો વધે તો કામગીરી કરી શકાય.

સંજોગવશાત્ કેસો વધે તો કામગીરી કરી શકાય

ખંડપીઠે રાજ્ય સરકારને કહ્યું હતું કે થોડાં દિવસો પહેલાં પરિસ્થિતિ પર આપણું સારું એવું નિયંત્રણ હતું અને કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. રાજ્ય સરકારે ખંડપીઠને કહ્યું હતું કે કેસોમાં વધારાના કારણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરો પર નિયંત્રણ લગાવવાની વિચારણા ચાલી રહી છે. જેથી ખંડપીઠે કોર્ટને માર્મિક ટકોર કરી હતી કે અન્ય રાજ્યોમાઁથી આવતા મુસાફરો પર નિયંત્રણ લગાવાવથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. જે દિવસે ચૂંટણીની ઉજવણીઓ પૂર્ણ થઇ જશે ત્યારબાદ જ સરકાર કોઇ પગલાં લેવા સક્ષમ બનશે. જેથી ત્યાં સુધી સરકાર સાવચેતી રાખે તે જરૃરી છે. ૨૮મી ફેબુ્રઆરીએ મતદાન થશે અને બીજી માર્ચે પરિણામો આવશે. ત્રીજીથી પાંચમી માર્ચ સુધી ઉજવણીઓ થશે. ત્યારબાદ આઠમી માર્ચથી શરૃ થતાં અઠવાડિયામાં સરકારે સાવચેતી રાખવી પડશે. કોર્ટે સૂચન કર્યુ હતું કે જો ચૂંટણીની ઉજવણીના કારણે કોરોનાના કેસો વધ્યા તો બધા પક્ષના તમામ નોંધાયેલા કોર્યકરો પાસેથી કોમ્યુનિટી સર્વિસ કરાવવામાં આવશે.’

તમારી ઉજવણી પ્રત્યક્ષ સુનાવણીની અમારી આશા પર પાણી ન ફેરવે તે જોજો !

રાજ્ય સરકારે ખંડપીઠને કહ્યું હતું કે ઉજવમીઓમાં કોવિડ નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે, જેની સામે કોર્ટે કહ્યું હતું કે તે ઉજવણીમાં લોકો તકેદારી રાખે તે અશક્ય વાત છે. તેથી તમારી ઉજવણીના કારણે હાઇકોર્ટની પ્રત્યક્ષ સુનાવણી ફરી શરૃ કરવાની અમારી આશા પર પાણી ન ફરી વળે તેની તકેદારી રાખજો.

સોશિયલ ડિસ્ટન્સિંગ તો દૂરની વાત છે, માસ્ક તો પહેરો

હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે ચૂંટણીની ઉજવણીઓ અને ભીડના વીડિયો તમામ જગ્યાએ ઉપલબ્ધ છે, જેમાં કોઇએ માસ્ક નથી પહેર્યુ હોતું. સોશિયલ ડિસ્ટન્સિંગ તો દૂરની વાત છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઇ રહ્યો હોય ત્યારે માસ્ક પહેર્યુ હોય તો થોડી સલામતી રહે છે. સરકારે કોર્ટને ખાતરી આપી છે કે આ અંગે જરૃરી પગલાં લેવામાં આવશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33