GSTV
Gujarat Government Advertisement

સુધારાની દિશામાં અર્થતંત્ર/ કોરોનાની મંદીમાંથી ઉભરી ભારતીય અર્થવ્યવસ્થા, ત્રીજા કવાર્ટરમાં આટલો રહ્યો જીડીપી

જીડીપી

Last Updated on February 27, 2021 by

સળંગ બે કવાર્ટર જીડીપી માઇનસમાં રહ્યાં પછી ચાલુ નાણાકીય વર્ષ ના ત્રીજા કવાર્ટર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જીડીપી 0.4 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા આજે જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. કૃષિ, સર્વિસ અને કન્ટ્રકશન સેક્ટરના સારા દેખાવને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં સુધારો જોવા મળ્યો છે.જો કે ત્રીજા કવાર્ટરમાં ટ્રેડ અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં 7.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે આ સેક્ટર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.

જીડીપી

ઓક્ટો.થી ડિસે. સુધીના ત્રીજા કવાર્ટરમાં જીડીપી 0.4 ટકા

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ત્રીજા કર્વાટરમાં કૃષિ સેક્ટરમાં 3.9 ટકા, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં 1.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કન્ટ્રકશન સેક્ટરમાં 6.2 ટકા જ્યારે વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સેવાઓમાં 7.3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

એનએસઓના જણાવ્યા અનુસાર ઓક્ટોબર, 2020થી ડિસેમ્બર, 2020 સુધીના ત્રીજા કવાર્ટરમાં જીડીપી રૂપિયામાં 36.22 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 36.08 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે ચાલુ વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં 0.4 ટકાની વૃદ્ધિ થઇ છે.

જીડીપી

ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી માઇનસ 24.4 રહ્યો હતા : માથાદીઠ આવક 9.1 ટકા ઓછી રહેશે

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20ના ત્રીજા કવાર્ટરમાં જીડીપી 3.3 ટકા રહ્યો હતો. એનએસઓ દ્વારાં જારીકરાયેલા સેકન્ડ એડવાન્સ અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2020-21ના કુલ જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો થશે.

આ અગાઉ જાન્યુઆરીમાં જારી કરાયેલા પ્રથમ એડવાન્સ અંદાજમાં નાણાકીય વર્ષ 2020-21ના કુલ જીડીપીમાં 7.7 ટકા ઘટાડો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ચાર ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી માઇનસ 24.4 ટકા રહ્યો હતો.

જ્યારે બીજા કવાર્ટરમાં જીડીપી માઇનસ 7.3 ટકા રહ્યો હતો. અને આજે કરાયેલા આંકડા મુજબ ત્રીજા કવાર્ટરમાં જીડીપી 0.4 ટકા રહ્યો છે. એનએસઓના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં માથાદીઠ આવક 85,929 રૂપિયા રહેવાનો અંદાજ છે. જે ગયા વર્ષની સરખામણીમાં 9.1 ટકા ઓછી છે. ગયા વર્ષે માથાદીઠ આવક 94,566 રૂપિયા હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33