GSTV
Gujarat Government Advertisement

અતિ અગત્યનું / બોર્ડ દ્વારા આ વર્ષ માટે 9 થી 12ના પરીક્ષા ગુણભાર કર્યા જાહેર, વિદ્યાર્થીઓને રહેશે સરળતા!

Last Updated on February 27, 2021 by

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી12ની પ્રથમ પરીક્ષા અને ધો.9-11ની વાર્ષિક પરીક્ષાના ગુણભાર તેમજ આંતરિક મૂલ્યાંકનના ગુણભાર જાહેર કરવામા આવ્યા છે.જે મુજબ ધો.9 અને 11ના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલવા આ વર્ષે કુલ 150 ગુણમાંથી મુલ્યાંકન થશે.  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણ તથા આંતરિક મુલ્યાંકનના આ વર્ષના માળખા મુજબ ધો.9 અને 11માં પ્રથમ પરીક્ષા 50 ગુણની તથા ધો.10માં પ્રથમ પરીક્ષા 80 ગુણની અને ધો.12માં પ્રથમ સત્ર પરીક્ષા 100 ગુણની રહેશે. 

150 ગુણમાંથી મુલ્યાંકન થશે

PG

આ વર્ષે કુલ 150 ગુણમાંથી મુલ્યાંકન થશે.

ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 80 ગુણની રહેશે. જ્યારે ધો.9 અને 11 વિ.પ્ર.માં ઈન્ટરનલ ગુણ 20 રહેશે. જેમાં સામયિક કે એકમ કસોટી 10 ગુણની તથા નોયબુક સબમિશન 5 અને સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના  5 ગુણનું રહેશે.  ધો.10માં પણ 20 ગુણ ઈન્ટરનલના રહેશે. જેમાં પ્રથમ પરીક્ષાના 10 ગુણ, નોટબુક સબમિશનના 5 ગુણ તથા સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટીના 5 ગુણ રહેશે. ધો.11 સામાન્ય પ્રવાહ ( વિ.પ્ર.સિવાય તમામ  પ્રવાહ)માં પણ 20 ગુણ ઈન્ટરનલના રહેશે.

exam

ધો. 9-11માં પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા સાથે કુલ 150 ગુણનું મૂલ્યાંકન

જેમાં ટર્મ પેપર કુલ-1 સ્વાધ્યાય કુલ-1ના 10 ગુણ ,પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી એક પુસ્તકનું અવલોકન કરવાના 5 ગુણ અને પ્રોજેક્ટસના 5 ગુણ રહેશે. બોર્ડ દ્વારા ધો.9 અને 11 માટે આ વર્ષ પુરતુ જાહેર કરાયેલા કુલ મુલ્યાંકન ગુણભારમા પ્રથમ પરીક્ષાના 50 ગુણ, વાર્ષિક પરીક્ષાના 80 અને આંતિરક મુલ્યાંકનના 20 ગુણ સહિત 150 માર્કસ રહેશે. 

પ્રથમ સત્રના આધારે જ 20 ગુણ ઈન્ટરનલના ગણવામા આવનાર છે

સ્કૂલોએ ધો.9 અને 11ના વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં મોકલવા કુલ 150 માર્કસમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે.મહત્વનું છે કે આ વર્ષે કોરોનાને લીધે સ્કૂલો જાન્યુઆરી સુધી બંધ રહેતા પ્રથમ સત્ર પરીક્ષામાં માર્ચમાં લેવાનાર છે અને પ્રથમ સત્ર બાદ બીજા સત્રની પરીક્ષા થનાર નથી.જેથી માત્ર પ્રથમ સત્રના આધારે જ 20 ગુણ ઈન્ટરનલના ગણવામા આવનાર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33