Last Updated on February 27, 2021 by
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 27મી માર્ચથી મતદાન શરૂ થશે જે વિવિધ તબક્કા અનુસાર 29મી એપ્રીલ સુધી ચાલશે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ 294 બેઠક, આસામ 126, કેરળ 140, તમિલનાડુ 234 અને પુડ્ડુચેરીમાં 30 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરીણામો બીજી મેના રોજ જાહેર કરવામાં આવશે.
પાંચેય રાજ્યોના પરીણામો બીજી મેના રોજ જાહેર કરવામાં આવશે
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારી પત્ર ઓનલાઇન ભરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મતદાનનો સમય પણ વધારવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો અનુસાર પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થશે જે અગાઉ સાત તબક્કામાં યોજાયુ હતું. પશ્ચિમ પંબાળના પ્રથમ તબક્કા માટે 27 માર્ચ (30 બેઠક), બીજા તબક્કા માટે પહેલી એપ્રીલ (30 બેઠક), ત્રીજા તબક્કા માટે 6 એપ્રીલ (31 બેઠક), ચોથા તબક્કા માટે 10 એપ્રીલ (44 બેઠક), પાંચમાનું 45 બેઠકો માટે 17મી એપ્રીલે મતદાન થશે. જ્યારે છઠ્ઠામાં 43 બેઠકો માટે 22 એપ્રીલ, સાતમા તબક્કાનું 36 બેઠકો માટે મતદાન 26 એપ્રીલે જ્યારે અંતિમ આઠમા તબક્કાનું મતદાન બાકીની 35 બેઠકો માટે 29મી એપ્રીલે યોજાશે.
તેવી જ રીતે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થશે, પ્રથણ તબક્કા માટે 27 માર્ચ, બીજા તબક્કા માટે 1 એપ્રીલ, ત્રીજા તબક્કા માટે 6 એપ્રીલે મતદાન યોજાશે. જ્યારે કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કામાં 6 એપ્રીલના રોજ મતદાન યોજાશે. આ બધા જ રાજ્યોના ચૂંટણી પરીણામો આગામી બીજી મેના રોજ જાહેર કરવામાં આવશે. આ રાજ્યોમાં રોડ શો માટે માત્ર પાંચ જ વાહનોને છૂટ અપાશે. ડોર ટુ ડોર કેમ્પેઇન માટે પણ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાશે.
- * બંગાળમાં ભાજપ પાસે 27 બેઠકો છે, પરંતુ વિપક્ષમાં કોંગ્રેસનું ગઠબંધન છે.
- * કેરળ કોઈ એક પક્ષ પાસે સત્તા નથી, પણ ગઠબંધનમાં સૌથી વધારે 58 સીટો સીપીઆઈ (એમ) પાસે છે.
- * આસામમાં ભાજપ સાથે ગઠબંધનમાં આસામ ગણ પરિષદના 13 અને અપક્ષ ધારાસભ્ય જોડાયેલા છે.
- * પોંડિચેરીમાં કોંગ્રેસનું શાસન હતું પરંતુ 22મી ફેબુ્રઆરીથી રાષ્ટ્રપતિ શાસન છે.
ચૂંટણી પહેલા બધા જ ચૂંટણી કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં પહેલાથી જ આૃર્ધ સૈન્ય દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. જો હિંસાની ઘટનાઓ કોઇ ઘટે તો તેના માટે પણ સુરક્ષા જવાનો તૈયાર રાખવામાં આવશે. મતદાન પહેલા રાજ્યોમાં રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
પાંચેય રાજ્યોના આશરે 18.68 કરોડ મતદારો માટે 2.7 લાખ પોલિંગ સ્ટેશન ઉભા કરાયા છે. આ રાજ્યોની કુલ બેઠકોની સંખ્યા 824 છે. કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં છ એપ્રીલે જ મતદાન યોજાઇ જશે પણ આસામ તેમજ પશ્ચિમ બંગાળમાં તબક્કા વધુ હોવાથી આ ત્રણ રાજ્યોના પરીણામો 27 દિવસ જેટલી રાહ જોવી પડશે.
ચૂંટણીની જાહેરાત પહેલાં જ મમતાએ લઘુતમ વેતન વધાર્યું
પશ્ચિમ બંગાળમાં મતદાનની તારીખો જાહેર થાય તે પહેલા જ મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી દીધી હતી. બાદમાં આચાર સંહિતાનો ભંગ ન થાય માટે આ યોજનાઓને વહેલા જાહેર કરી દેવામાં આવી છે. જેમાં દૈનિક વેતનમાં વધારાનો પણ સમાવેશ થાય છે. મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે હવેથી પશ્ચિમ બંગાળમાં અનસ્કિલ્ડ વર્કર્સને ફરજિયાત લઘુતમ વેતન પ્રતિ દિવસ 202 રૂપિયા આપવાનું રહેશે. જ્યારે જે સ્કિલ્ડ વર્કર્સ છે તેમને દૈનિક 303 આપવાના રહેશે. અગાઉ સ્કિલ્ડ વર્કર માટે આ વેતન 172 રૂપિયા અને અનસ્કિલ્ડ માટે 144 રૂપિયા હતું. મમતાએ ચૂંટણીની તારીખો જાહેર થઇ તે બાદ આઠ તબક્કામાં મતદાન યોજવાના નિર્ણયોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં એક જ દિવસમાં મતદાન તો પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં કેમ?
કયા રાજ્યમાં કોનું શાસન?
રાજ્ય | કુલ બેઠક | શાસક પક્ષ-બેઠક | મુખ્ય વિપક્ષ |
બંગાળ | 294 | તૃણમુલ કોંગ્રેસ-209 | કોંગ્રેસ-23, સીપીઆઈએમ-19, ભાજપ-27 |
તમિલનાડુ | 234 | એઆઈડીએમકે 124 | ડીએમકે-97, કોંગ્રેસ-7 |
કેરળ | 140 | લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-91 | કોંગ્રેસ-21, મુસ્લીમ લીગ-18 |
આસામ | 126 | ભાજપ-ગઠબંધન-74 | કોંગ્રેસ-19, યુનાઈટેડ ડેમોક્રેટિક-14 |
રાજ્ય | મતદાન તારીખ |
પશ્ચિમ બંગાળ | 27 માર્ચ, 1, 6, 10,17, 22, |
26 અને 29 એપ્રિલ સુધી (8 તબક્કામાં) | |
આસામ | 27 માર્ચ, 4 અને 6 એપ્રિલ |
કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી | 6 એપ્રિલ |
તમિલનાડુમાં મહિલાઓ અને ગરીબોની ગોલ્ડલોન માફ
ચૂંટણીની તારીખો જાહેર થઈ તેની થોડીક કલાકો પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. સીએમ પલાનીસ્વામીએ ગોલ્ડલોન માફ કરી દીધી હતી. એટલું જ નહીં, સહકારી બેંક અને ક્રેડિટ સોસાયટીઓમાંથી મહિલાઓએ ઉદ્યોગ માટે જે લોન લીધી હશે, તેને પણ માફી અપાશે. આ પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રીએ 16 લાખ જેટલાં ખેડૂતોનું 12 હજાર કરોડ રૂપિયાનું દેવું પણ માફ કરી દેવાની જાહેરાત કરી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31