Last Updated on February 27, 2021 by
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું એ પ્રમાણે 1લી માર્ચથી વેક્સિનેશન સૃથળ પર નોંધણી કરાવીને 60 વર્ષથી ઉપરના નાગરિકો વેક્સિન મેળવી શકશે. તે ઉપરાંત કોઈ બીમારીમાં સપડાયેલા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને પણ કેન્દ્ર પર જઈને વેક્સિન મેળવવાની સુવિધા મળશે. જોકે, તે પહેલાં શનિ-રવિ એમ બે દિવસ સિસ્ટમ અપડેટ થવાની હોવાથી આખા દેશમાં વેક્સિનેશનનું કામ બંધ રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી એ પ્રમાણે આગામી 1લી માર્ચથી દેશભરમાં રસીકરણના કેન્દ્ર પર નોંધણી કરાવીને સીનિયર સિટિજન્સ વેક્સિનનો ડોઝ લઈ શકશે. નક્કી કરેલાં દસ્તાવેજોથી રજિસ્ટ્રેશન થઈ જશે પછી કેન્દ્ર પર જ વેક્સિનેશનની સુવિધા મળશે.
સીનિયર સિટિજન્સ વેક્સિનનો ડોઝ લઈ શકશે
તે ઉપરાંત અન્ય બીમારીઓથી પીડાતા 45 વર્ષથી વધુ વયના નાગરિકોને પણ આ સુવિધા અપાશે. તેમણે ઓનલાઈન બીમારીનું સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે.વેક્સિનેશનનો આ તબક્કો શરૂ થશે તે પહેલાં શનિ-રવિ એમ બે દિવસ વેક્સિનેશનનું ડિજિટલ પ્લેટફોર્મ અપડેટ કરાશે. આ પ્રક્રિયાના કારણે બે દિવસ સુધી વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે. સિસ્ટમ અપડેટ થઈ જશે પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની સુવિધા મળશે એવું પણ અિધકારીઓને ટાંકીને અહેવાલોમાં કહેવાયું હતું. ભારતમાં અત્યાર સુધીમાં 1.34 કરોડ લોકોને રસીનો ડોઝ અપાઈ ચૂક્યો હોવાની જાણકારી પણ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.
આ પ્રક્રિયાના કારણે બે દિવસ સુધી વેક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે
એ દરમિયાન કોરોનાના કેસ પણ અચાનક વધી ગયા છે. એક જ દિવસમાં દેશભરમાં 16,577 કેસ નોંધાયા હતા અને 120નાં મોત થયા હતા. વેક્સિનેશનના કારણે પણ છેલ્લાં 24 કલાકમાં એક 41 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વેક્સિનેશનના કારણે અત્યાર સુધીમાં 45 લોકોના મૃત્યુ થયા છે. દરમિયાન વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઈઝેશને 60 જેટલાં દેશોમાં ભારતની મદદથી રસીકરણ શક્ય બન્યું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ એધનોમ ગેબ્રેયસિસે કહ્યું હતું કે ભારતની સરકાર પાસેથી અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોએ પ્રેરણા લેવી જોઈએ. ભારતે પાડોશી દેશો ઉપરાંત અન્ય ગરીબ દેશોના નાગરિકોને વેક્સિન મળે તે માટે રસીના ડોઝનું દાન આપ્યું છે. આ પહેલથી ઘણાં દેશોમાં રસીકરણનું મિશન શરૂ થઈ શક્યું છે. ભારતની સરકારે લગભગ 65 લાખ ડોઝનું વિવિધ દેશોને દાન કર્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31