GSTV
Gujarat Government Advertisement

ખતરો: રાજ્યની પ્રદુષિત હવાથી 88 હજારના નિપજ્યા મોત, એક દાયકામાં 160 સજીવ પ્રજાતિ થઈ નષ્ટ : ખેડૂતોની આવનારી પેઢી ખરેખર કરશે ખેતી ?

Last Updated on February 27, 2021 by

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ અહેવાલ ‘સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ-2021’ રજૂ કરવામાં આવ્યો છે. દર વર્ષની માફક આ રિપોર્ટમાં દેશમાં ખેતી, પર્યાવરણ, જંગલો વગેરેની સ્થિતિ આવરી લેવાઈ છે.  રિપોર્ટ મુજબ 2019માં દેશમાં હવા પ્રદૂષણથી 16.67 લાખથી વધારે મૃત્યુ નોંધાયા હતા. સૌથી વધુ મોત થયા હોય એવા દસ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ આઠમો છે.

ગુજરાત

દસ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ આઠમો

 ગુજરાતમાં વર્ષ દરમિયાન કુલ 8,7811 લોકો હવા પ્રદૂષણને કારણે માર્યા ગયા હતા. હવા પ્રદૂષણ સામે કેમ લડવું તેની સરકારને સમજ નથી, પરિણામે વર્ષોવરસ આ આંકડો વધતો જાય છે. રિપોર્ટ મુજબ દેશમાં 2019માં 10,200 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું હતું. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો ચાલે છે, ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે, એ વચ્ચે એક સ્થિતિ એ પણ છે કે ખેડૂતોની સમસ્યા સરકાર સમજી શકી નથી. દેશમાં રોજ સરેરાશ 28થી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે, કેમ કે ખેતી પર તેમનો નિર્વાહ ચાલતો નથી. 

દેશમાં રોજ સરેરાશ 28થી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે

દેશના 60 પર્યાવરણ વિજ્ઞાાનીઓ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટમાં મહત્ત્વનો સવાલ પણ કરવામાં આવ્યો છે કે શું ખેડૂતોની આવનારી પેઢીઓ ખેતી જ કરવાનું પસંદ કરશે? છેલ્લા એક દાયકામાં ભારતના જંગલોમાંથી 160 વિવિધ પ્રજાતિઓ નષ્ટ થઈ છે. એ સંખ્યા વધશે કેમ કે જંગલો કાપી વિકાસની નવી ફેશન ચાલી રહી છે. 

હવા પ્રદૂષણ સામે કેમ લડવું તેની સરકારને સમજ નથી

કોરોનાએ જગતને ઊંઘતું ઝડપી લીધું. પણ જગતમાં જેટલા વાઈરસ છે, તેમાંથી માંડ 0.1 ટકાની ઓળખ થઈ શકી છે. જંગલો કપાશે કે જંગલોમાં માનવીય દખલગીરી વધશે એમ ત્યાં રહેલા બીજા 99.99 ટકા વાઈરસો પૈકી કોઈ સક્રિય થઈ શકે છે. એ સક્રિય થાય તો પછી કોરોના જેવા વિપરિત પરિણામો પણ આવે.

પર્યાવરણ સબંધિત ગુનાઓ સતત વધી રહ્યા છે. એકલા 2019માં જ 35 હજાર જેટલા એન્વાયર્નમેન્ટ ક્રાઈમ નોંધાયા હતા. તો વળી 50 હજાર કેસો પેન્ડિંગ છે. આગલા કેસોનો નિકાલ કરવા માટે રોજના 137 કેસનો ફેંસલો લાવવો પડે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33