GSTV
Gujarat Government Advertisement

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Last Updated on February 26, 2021 by

પોરબંદરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા વાયરલ વીડિયોના મામલે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા દોડી ગયા હતા. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઇ હતી કે જેમાં ફરિયાદી નાગાજણ હરદાસ ઓડેદરાએ દ્વારકાના કિશાન માણેક સામે ઇન્સ્ટાગ્રામમાં બિભસ્ત અને અભદ્ર વાતો થયાનો વિડીયો પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો હતો. આ વીડિયોમાં રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ અને તેના સમાજને અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાતો વીડિયોમાં છે. જે મામલે કાંધલ જાડેજાએ પોરબંદર પોલીસ અધિક્ષકને આરોપીને કાયદાનું ભાન કરાવવા તેમજ તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે મૌખિક રજૂઆત કરી હતી.

ફરિયાદી રીક્ષા ચાલક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં બીભત્સ ગાળો બોલવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદીએ આરોપી સામે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્યની માન પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ ફરિયાદમાં કાંધલ જાડેજા અને સમાજને અભદ્ર ટિપ્પણી કરતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી ખુદ કાંધલ જાડેજા એસ.પી ઓફિસ પહોંચીને દ્વારકાના કિશાનસિંહ માણેક દ્વારા મેર સમાજ અને કાંધલ જાડેજા વિરુદ્ધ અભદ્ર ટીપ્પણીના વિરોધમાં રજૂઆત કરી છે.

કાંધલ જાડેજાએ પોલીસ સમક્ષ ગેર કાનૂની અને સમાજ વિરોધી ટિપ્પણી કરનાર સામે પગલાં લેવાની પણ રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકાના કિશાનસિંહ માણેક દ્વારા મેર સમાજ અને કાંધલ જાડેજા વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરતાં આ વિવાદ સર્જાયો છે. હાલમાં આરોપીની શોધખોળ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ધારાસભ્યની પ્રતિષ્ઠાને નુકસાન થવાની બાબતને ધ્યાને લઇ પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33