GSTV
Gujarat Government Advertisement

મોદી સરકારને મોટી રાહત/ કોરોના બાદ પહેલી વખત પોઝીટીવ આવ્યો દેશનો જીડીપી, અર્થતંત્રમાં આવશે જીવ

જીડીપી

Last Updated on February 26, 2021 by

કોરોના મહામારી વચ્ચે પહેલી વખત મોદી સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા બે ક્વાર્ટરમાં નેગેટીવ ગ્રોથ રેટ બાદ પહેલી વખત ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં જીડીપી પોઝીટીવ આવી છે. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અર્થાત ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 0.4 ટકા રહ્યો છે. એનએસઓએ ચાલુ નાણાંકીય વર્ષ ની ઓક્ટોબર ડિસેમ્બરના પ્રિ ક્વાર્ટરમાં તમામ ઘરેલુ ઉત્પાદનનો ગ્રોથ અનુમાન જારી કર્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જીડીપીગ્રોથ 4.1 ટકાથી ઘટીને 0.4 ટકા રહી. નાણાંકીય વર્ષ 2020-21માં ત્રિમાસિક આધાર પર GVA -7.3 ટકાથી વધીને 1 ટકા જ્યારે વાર્ષિક આધાર પર GVA 3.4 ટકાથી ઘટીને 1 ટકા રહ્યો છે.

એપ્રિલથી જૂનમાં જીડીપી 23.9 ટકાની ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો.

જણાવી દઈએ કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર અર્થાત એપ્રિલથી જૂનમાં જીડીપી 23.9 ટકાની ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. બીજા તબક્કામાં આશા કરતાં ઘણો સારો સુધારો થયો હતો. જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપીના ઘટાડામાં સુધારો થઈને 7.5 ટકા રહી હતી. ત્રીજા તબક્કામાં જીડીપીના આંકડાથી સંકેત મળે છે કે હવે અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે.

આઇએમએફનો અંદાજ છે કે 2021માં વિકાસ દર 11.5 ટકા રહેશે

યુ.એસ.ની રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં આવનારા ઘટાડાના અંદાજના અનુમાનની સાથે 10.6 ટકામાં સુધારો કરી 7 ટકા કરી દીધો છે. આર્થિક સર્વે 2020-21 અનુસાર દેશના અર્થતંત્રમાં આગામી નાણાકીય વર્ષમાં 11 ટકાનો વધારો નોંધાય તેવી સંભાવના છે. આઇએમએફનો અંદાજ છે કે 2021માં વિકાસ દર 11.5 ટકા રહેશે જ્યારે આરબીઆઈનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2021-22માં વિકાસ દર 10.50 ટકા રહેશે.

ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી અગાઉના 1૦.8 ટકા કરતા વધીને 13.7 ટકા કરી

મૂડીઝે ગુરુવારે આગામી નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિની આગાહી અગાઉના 1૦.8 ટકા કરતા વધીને 13.7 ટકા કરી છે. આર્થિક પ્રવૃત્તિ સામાન્ય હોવાથી કોવિડ -19 રસી બજારમાં આવે પછી બજારમાં વધતા વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ નવો અંદાજ મૂકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33