Last Updated on February 26, 2021 by
શુક્રવારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે માહિતી આપી કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પાંચેય રાજ્યોની મતગણતરી 2 મેના રોજ યોજાશે. સૌથી વધારે રસાકસી અહીં રહેવાની છે. ભાજપ કોઈપણ સંજોગોમાં મમતા સરકારને ઘરભેગી કરવા માગે છે જ્યારે મમતા આ મામલે જોરદાર ટક્કર આપી રહી છે. બંગાળ એ મમતાનો ગઢ છે. ભાજપે અહીં તડજોડની રણનીતિ અપનાવી છે અને મતદાન 8 તબક્કામાં વહેંચી કાઢ્યું છે. 5 રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધારે રસીકસી અહીં થશે.
16 બેઠકો એસટી માટે અનામત રાખવામાં આવી
294 બેઠકોવાળી વિધાનસભામાં 68 બેઠકો એસસી માટે અને 16 બેઠકો એસટી માટે અનામત રાખવામાં આવી છે. ચૂંટણી પંચે સાંજે 4.30 વાગ્યે તેના વિશે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પશ્ચિમ બંગાળ સિવાય કેરળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીમાં પણ એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી.
મતદાન મથકોની સંખ્યામાં 39.6 ટકાનો વધારો કરાયો
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 2016 ની ચૂંટણીમાં 77,413 મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. આ વખતે 101,916 બૂથ ઉપર મતદાન થશે. મતદાન મથકોની સંખ્યામાં 39.6 ટકાનો વધારો કરાયો છે. તે જ સમયે, મતદાનનો સમય પણ એક કલાક વધારીને કોરોનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. બધા રાજ્યોમાં ઘણા સ્થળોએ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં બે પોલીસ નિરીક્ષક હશે.
પશ્ચિમ બંગાળ 8 તબક્કામાં મતદાન કરશે
બંગાળમાં પ્રથમ તબક્કામાં 27 માર્ચે મતદાન થશે, બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલે, ચોથા તબક્કાનું મતદાન 10 એપ્રિલે, પાંચમા તબક્કાનું મતદાન 17 એપ્રિલે થશે અને 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કામાં, 26 એપ્રિલના રોજ સાતમા તબક્કાના મતદાન થશે અને છેલ્લા આઠમા તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ થશે.
પશ્ચિમ બંગાળની ચૂંટણી (2016) પરિણામો
પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં 294 બેઠકો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ 211, કોંગ્રેસને 44, ડાબેથી 32, ભાજપને 3 અને અન્ય 04 બેઠકો જીતી હતી.
કોરોના વોરિયર્સને અભિનંદન
સુનિલ અરોરાએ કહ્યું કે કોરોનાને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. દેશ આ પડકારો સામે લડી રહ્યો છે. તેમણે કહ્યું કે હું કોરોના વોરિયર્સને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે કોરોના યુગમાં ચૂંટણીઓ યોજાઇ હતી અને અમને ખબર પડી કે આપણે કેટલા પાણીમાં છીએ. અમે એક સરસ કામ કર્યું. પાંચ રાજ્યોમાં પ્રથમ વખત કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે એક સાથે ચૂંટણી યોજાશે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી. ભાજપે નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ પાસેથી કેન્દ્રીય દળો તૈનાત કરવાની માંગ કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31