GSTV
Gujarat Government Advertisement

વધશે ચિંતા/ ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યુ તો શું ભાજપને કરશે અસર, સરકારે સાંસદો પાસેથી મગાવેલા ફીડબેકનો આવ્યો આ રિપોર્ટ

Last Updated on February 26, 2021 by

છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને ખેડૂત આંદોલન પરનો રિપોર્ટ આપતા કહ્યું હતું કે, તેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે.

આંદોલન

ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં જે પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણા, પશ્ચિમ યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ચાલીસ જેટલા જાટ બહુમતીવાળા વિસ્તારોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં નક્કી કરાયું હતું કે, લોકો વચ્ચે જઈને સાંસદો જણાવશે કે, નવા કાયદા કઈ રીતે ખેડૂતો માટે ફાયદાકારક છે અને સાથે સાથે લોકોને જાણકારી અપાશે કે મોદી સરકારને બદનામ કરવા માટે આ આંદોલનને રાજકીય પાર્ટીઓ ચલાવી રહી છે.

પીએમ

જોકે ભાજપને જે ફીડબેક મળ્યા છે તે સારા નથી. પશ્ચિમ યુપીની વાત કરવામાં આવે તો ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યુ તો 2022માં થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જાટ વોટ બેન્કમાં તેના કારણે ગાબડું પડી શકે છે.

લોકોનું માનવું છે કે, સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ અને તેમની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. હરિયાણામાં જાટોની નારાજગી પાછળનું મુખ્ય કારણ રાજ્ય સરકાર છે. તેમાં કૃષિ આંદોલને નારાજગી વધારી છે. પશ્ચિમ યુપીમાં જાટ સમુદાય એટલા માટે પણ નારાજ છે કે, શેરડી પર મળતી સબસિડી વધારવામાં આવી નથી અને ખેડૂતોને બાકી રકમ પણ ચુકવવામાં આવી નથી.

આંદોલન લાંબુ ચાલ્યુ તો જાટ અને મુસ્લિમ વોટ બેન્ક ભેગી થઈને ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. માત્ર પશ્ચિમ યુપી જ નહી પણ બીજા વિસ્તારોમાં જ્યાં જાટ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે ત્યાં તેઓ બીજા જાતિઓને પણ પ્રભાવિત કરી શકે છે. બીજી તરફ પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી પણ લોકોમાં નારાજગી વધી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33