Last Updated on February 26, 2021 by
વડોદરાના નવાપુરામાં રહેતા ચંદન બાબુભાઈ ગોદડીયાએ પોલીસને જણાવ્યું હતું કે હું જુના કપડા લે વેચનો ધંધો કરું છું દર શુક્રવારે હું અમારા મોહલ્લામાં રહેતા આરતીબેન રેણુકાબેન તથા અન્ય માણસો બસ સ્ટેન્ડની બાજુમાં કપડાં વેચવા માટે જઈએ છીએ.
લોનના કાગળો પર સહી કરાવી બેંક એકાઉન્ટ ખોલાવ્યા
ગત 12મી ફેબ્રુઆરીએ બસ ડેપો પાસે તારો લગાવી ધંધો કરતો હતો તે દરમિયાન મુસ્લિમ ખાન ઝહિર ખાન પઠાણ કે જે અગાઉ મારે ત્યાં જૂની સાડી લેવા માટે અવારનવાર આવતો હતો તે મારી પાસે આવ્યો હતો અને મને તથા આરતીબેન ને જણાવ્યું હતું કે તમને પાંચ હજારની લોન અપાવું તો તમારે 1000 ના હપ્તા ભરવા પડશે. જેથી મેં હા પાડતા હતા તેની સાથેનો રિક્ષાવાળો અમને બંનેને બેસાડી મુજ મહુડા ખાતે સુઝુકી ના શોરૂમ પર લઇ ગયા હતા અને જણાવ્યું હતું કે આજે તમારું કામ નહીં થાય અને શનિવારે રજા આવે છે એટલે સોમવારે કામ થશે ત્યારે બધા ઘરે જતા રહેતા સોમવારે તથા તેનો સાગરીત કાલે મારા ઘરે આવ્યા હતા અને ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને અમે તેની સાથે મુજ મહુડા ફરીથી આવ્યા હતા. લોનના કાગળો પર સહી કરાવી વાઘોડિયા રોડ વૃંદાવન ખાતે ફેડરલ બેંકમાં લઈ જઈ અમને બે હજાર રૂપિયા આપી અમારા બંનેના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા ત્યારબાદ ફરીથી અમને ગાડીના શોરૂમમાં લઈ ગયા હતા.
મારે ગાડી લેવાની નથી પણ લોન લેવાની છે
શોરૂમમાંથી આવેલા એક સાહેબે મને પૂછ્યું કે તમારે કયા કલરની ગાડી જોઈએ છે તો હું ચોંકી ઉઠ્યો હતો અને મેં સાહેબ ને કીધું હતું કે મારે ગાડી લેવાની નથી પણ મારે તો લોન લેવાની છે. મારી વાત સાંભળી બાજુમાં ઉભેલા મુસાફિર પઠાણે મને જણાવ્યુ કે બંધ થઈ જા બોલ બોલ ના કર ત્યારબાદ શોરૂમના સાહેબે મકરપુરા ખાતેના શો રૂમ પર લઈ જઈ ગાડી લેવાનું કીધું હતું ત્યાંથી શકીલ નામનો ઈસમ નવી ગાડી લઈને જતો રહ્યો હતો ત્યાર બાદ આરોપીઓ અમને નવાપુરા ખાટકીવાડ પાસે ઉતારી દીધા હતા અને કાલે તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે તેમ કહીને જતા રહ્યા હતા. મુસાફિર પઠાણે મને તથા આરતીબેન ને તથા અમારા મોહલ્લામાં રહેતા રેણુકા બેન ને લોન અપાવવાની લાલચ જ બતાવી અમારા નામ પર ગાડીઓ છોડાવી લીધી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31