GSTV
Gujarat Government Advertisement

રસપ્રદ: મોદી સ્ટેડિયમમાં રમાયેલ મેચ બની બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી ટૂંકી મેચ, માત્ર 2 દિવસમાં પૂરી થઇ ગઈ ટેસ્ટ

Last Updated on February 26, 2021 by

અમદાવાદ ખાતે નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ સમય કરતા વહેલી પુરી થઇ ગઈ. માત્ર 2 દિવસમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ત્રીજી ટેસ્ટ મેચને બીજા વિશ્વયુદ્ધ (1939 – 1945) પછીની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ બનાવી દીધી.

ટેસ્ટ

1946માં રમાઈ હતી શોર્ટેસ્ટ ટેસ્ટ

આ પહેલા વર્ષ 1946માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં 145.2 ઓવરમાં આખેઆખી મેચ સમેટાઈ ગઈ હતી જયારે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી ડૅનાઈટ ટેસ્ટ મેચ માત્ર 140.2 ઓવરમાં જ પુરી થઇ હતી, જેમાં પૂતના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલ ટીમ ઇન્ડિયા પાસે 49 રનનો લક્ષ્યાંક હતો જે તેણે માત્ર 7.4 ઓવરમાં જ પૂરો કર્યો હતો. આ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ ને 10 વિકેટે હરાવી સિરીઝ પર 2-1થી લીડ મેળવી લીધી છે.

બીજા દિવસે લેવાઈ કુલ 17 વિકેટ

મેચના બીજા દિવસે કુલ 17 વિકેટ્સ પડી હતી જેમાંથી ભારતે 10 વિકેટો ખેરવી હતી. સ્પિનર અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન અને વોશિંગટન સુંદરે સાથે મળીને આ 10 વિકેટ લીધી હતી. જેમાંથી, અક્ષર પટેલે 5 વિકેટો, આર અશ્વિને 4 વિકેટ અને સુંદરે 1 વિકેટ ઝડપી હતી.

ભારતની સૌથી ઝડપી ખતમ થયેલી મેચ

જોકે, સૌથી ટૂંકા સમયમાં પૂર્ણ થયેલ ટેસ્ટ મેચનો રેકોર્ડ આજે પણ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલ મેચને નામ છે જે અર્શ 1932માં રમાઈ હતી. જેમાં સમગ્ર મેચ દરમ્યાન માત્ર 109.2 ઓવર નાખવામાં આવી હતી. રસપ્રદ વાત તો એ છે કે, 2019માં રમાયેલ ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ ટેસ્ટ મેચનો આગળ નીકળીને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ ભારતની સૌથી ઝડપી ખતમ થયેલ ટેસ્ટ મેચ બની ગઈ છે.

આ જીતની સાથે ભારત 4 ટેસ્ટની સિરીઝમાં 2-1ની લીડ સાથે આગળ છે. 1 મેચ હજુ પણ રમાવાની બાકી છે. જો ઇંગ્લેન્ડ આ ચોથી મેચ પણ હારી જાય છે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાયનલ માંથી બહાર થઇ જશે. જો ભારત આ ચોથી ટેસ્ટ જીતી લે છે અથવા તો ડ્રો કરી દે છે તો પણ તેને ફાયદો જ થવાનો છે.

આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત હવે પ્રબળ દાવેદાર

આ સાથે ભારત આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચનું પ્રબળ દાવેદાર બની ગયું છે અને આ માટે તેણે ફક્ત અંતિમ ટેસ્ટ ડ્રો કરવાની જરૃર છે. જો ઇંગ્લેન્ડ અંતિમ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે.

રુટના રમખાણ સામે ભારતનો ધબડકો

ભારતે ગઇકાલના ૩ વિકેટે ૯૯ રનના સ્કોરથી આગળ રમવાનો પ્રારંભ કર્યો ત્યારે તે આશા સાથે કર્યો કે ભારત એટલી સરસાઈ મેળવે કે તેને બીજી બેટિંગ જ નહીં આવે. પરંતુ દિવસના પહેલા કલાકમાં તો સ્થિતિ સાવ બદલાઈ ગઈ. ઇંગ્લેન્ડની જે સ્થિતિ પહેલા દિવસે હતી તે સ્થિતિ ભારતની બીજા દિવસે થઈ. ભારત ૩ વિકેટે ૧૧૪ રનથી સીધુ ૮ વિકેટે ૧૨૫ રન પર આવી ગયું. રુટે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ બોલિંગ દેખાવ કરતાં ૬.૩ ઓવરમાં ૩ ઓવર મેઇડન નાખી ફક્ત ૮ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. કદાચ રુટ પસ્તાતો હશે કે મેં પહેલી ઇનિંગ્સમાં શા માટે બોલિંગ ન નાખી. આ સિવાય તેને એક સ્પિનર ઓછો રાખવાની ભૂલ સમજાઈ હશે.

ઈંગ્લેન્ડ

ભારતના ધબડકા પછી ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ લાવતો અક્ષર

ભારતનો ધબડકો થવાના લીધે ક્રિકેટ રસિકોના જીવ પડીકે બંધાયા હતા. બધાને તે સમયે લાગવા માંડયું હતું કે જો ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગ્સ બાદ બીજી ઇનિંગ્સમાં થોડું ઘણું પણ સારું રમ્યું તો આ પ્રકારની પીચ પર ભારત માટે દોઢસો રનનો લક્ષ્યાંક પણ પાર કરવો ઘણો મુશ્કેલ નીવડશે. પણ અક્ષર પટેલની શાનદાર બોલિંગે તેમની ચિંતા દૂર કરી દીધી હતી. અક્ષર પટેલના સ્કીડ થતા બોલને ઇંગ્લેન્ડના બેટ્સમેન ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા.

અક્ષર પટેલે જાડેજાની ખોટ ભરપાઈ કરી

પોતાની કારકિર્દીની બીજી જ ટેસ્ટ રમી રહેલા અક્ષર પટેલે પહેલી ઇનિંગ્સ બાદ બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર બોલિંગ કરતાં બીજી ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ક્રોવલી અને બેરસ્ટોની વિકેટ ઝડપી હતી. તેણે બંનેને બોલ્ડ કર્યા હતા. તેના પછી સિબલીને આઉટ કર્યો હતો. કેપ્ટન રુટને લેગબિફોર કર્યો હતો. બેન ફોક્સને લેગબિફોર કર્યો હતો. અક્ષર પટેલે ભારતીય ટીમમાં જાડેજાની ખોટ જરા પણ વર્તાવવા દીધી ન હતી. તેણે રીતસરની તેની યાદ અપાવતી વેધક બોલિંગ કરી હતી. તેના સ્કિડ થતા અને સીધા આવતા બોલનો ઇંગ્લેન્ડના બેટ્સમેનો પાસે કોઈ જવાબ ન હતો.

અશ્વિન ભારત તરફથી ૪૦૦ વિકેટ ઝડપનારો ચોથો બોલર

અશ્વિને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં જોફ્રા આર્ચરને આઉટ કરવા દરમિયાન ફક્ત ૭૭મી ટેસ્ટમાં જ ૪૦૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ નોંધાવી હતી. તેણે ફક્ત ૭૭ ટેસ્ટમાં જ આ સિદ્ધિ નોંધાવી છે. તેનાથી ઓછી ટેસ્ટમાં ફક્ત મુરલીધરને ૭૨ ટેસ્ટમાં ૪૦૦ વિકેટ પૂરી કરી હતી. આમ ૭૭ ટેસ્ટના અંતે અશ્વિનની વિકેટોનો આંકડો ૪૦૧ વિકેટનો છે. ભારત તરફથી કુંબલે (૬૧૯), કપિલદેવ (૪૩૪), હરભજન સિંઘ (૪૦૫) ૪૦૦થી વધુ વિકેટ ઝડપી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33