Last Updated on February 26, 2021 by
ગુજરાત રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો હતો. બોટાદના તુરખા રોડ પર યોજાયેલી સભામાં સૌરભ પટેલે સમાજના ભાગલા કરવાવાળાઓની વાત ન સાંભળવાની ટકોર કરી હતી. સતવારા સમાજના કેટલાક આગેવાનો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા સૌરભ પટેલે તેમને આડેહાથ લીધા હતા.
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાતા સૌરભ પટેલે તેમને આડેહાથ લીધા
ઉર્જા પ્રધાન સૌરભ પટેલે પક્ષ છોડનારા નેતાઓને આડેહાથ લેતા કહ્યું કે તમારી વિચારધારા વર્ષોથી ભાજપની રહી છે. પરંતુ તમને ટિકીટ ન મળી એટલે તમે કોંગ્રેસી થઇ ગયા . આ તમારી કેવી નીતિ છે. તમે ચાર-ચાર વખત પાર્ટીમાં હોદ્દા લીધા અને અત્યારે તમને ટિકીટ ન મળી એટલે અન્યાય દેખાય છે. તમે સમાજના નામે ભાગલા ન પાડો. પાટીદાર સમાજમાં જે થયું તે સતવારા સમાજમાં ન થવું જોઇએ.
- ઉર્જા મંત્રી સૌરભ પટેલે જાહેર સભામાં ભાજપના અસંતોષો ને ઉઘડા લેતો વિડીયો થયો વાઈરલ
- શહેરના તુરખા રોડપર સૌરભ પટેલની જાહેર સભા યોજાઈ હતી
- સમાજના બટવારા કરવાવાળાની વાત નહિ સાભળવાની કરી ટકોર
- વર્ષો થી વિચાર ધારા ભાજપની અને તમને ટીકીટ ન મળી એટલે તમે કોંગ્રેસી આ કેવી નીતી..
- ચારચાર વાર તમે પાર્ટી મા હોદ્દા લીધા અને અત્યારે તમને ટીકીટ ન મળી એટલે અન્યાય દેખાય છે જયારે હોદ્દા પર હતા ત્યારે કહેવુ હતુ કે સમાજને અન્યાય થાય છે
- સમાજના નામે ભાગલા ન કરો અમારા પાટીદાર મા થયું તે સતવારા સમાજમાં ન થવું જોઈએ
- જ્ઞાતિ જ્ઞાતિ ને બજાડી ને રાજકારણ કરવું તે પાપ છે..
- બોટાદમાં મારા કડવા પટેલોના ખાલી ૭ થી ૮ હજાર મતો હતા છતાં બધા સમાજને સાથે રાખીને કામ કરુ છું
- સતવારા સમાજના કેટલાક આગેવાનોએ ભાજપ માથી રાજીનામું આપી કોંગ્રેસ મા જોડાતા મંત્રી સાહેબ ને ન ગમ્યું અને થયા ઉગ્ર
શહેરમા સતવારા સમાજનુ ૩૦ હજાર કરતા વધારે છે મતદાન પરંતુ સમાજના મહત્વના લોકો ભાજપથી થયા છે નારાજ મંત્રીને કેટલુ બળ્યુ ? માત્ર એક સતવારા સમાજના આગેવાન અને પુવઁ નગરપાલિકાના પ્રમુખે ભાજપા છોડી અને કોંગ્રેસમા સામેલ નથી થયા ત્યા તો …પણ છટકી ગયુ ..રેલો આવી ગયો, જીભ લપસવા લાગી ….. ભુલી ગયા ? કોંગ્રેસના ૬૫ થી વધુ ધારાસભ્ય અને આગેવાનોએ કોંગ્રેસ છોડી છે ….. બીજા દિવસે તે તમામના શ્વાસ કમલમમા લેવાની શરુઆત થઇ ગઇ હતી..તે પણ એક કોંગ્રેસની વિચારધારાને અનુસરનારા હતા .છતા તેઓને પ્રેમથી ખોળે બેસાડી દિધા …..અમે કશુ ન કહ્યુ …
આ બોટાદની જનતા ન્યાય કરશે , પરંતુ ધમકી ભરી ભાષા બંધ થવી જોઇએ…
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31