Last Updated on February 26, 2021 by
મુંબઈમાં પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર ગઈકાલે મળી આવેલ કારને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ મામલે ઊંડાઈથી તપાસ કરી રહી છે. આ દરમ્યાન ગાડી માંથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં મોટો ખુલાસો થયો છે.
ફરી સામાન સાથે મોકલીશું
શંકાસ્પદ કારમાંથી ચિઠ્ઠી મળી આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે આ તો માત્ર ટ્રેલર હતું નીતા ભાભી મુકેશભાઈ, આ તો માત્ર એક ઝલક હતી, નેક્સ્ટ ટાઈમ સામાન સાથે તમારી પાસે આવશે અને તૈયારીઓ પણ કરી દીધી છે.
વધારી દેવાઈ સુરક્ષા
મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર ગઈકાલે એક સ્કોર્પિઓ કાર મળી આવી હતી જેમાંથી જીલેટીન સ્ટિક મળી આવી હતી. ત્યારબાદ અહીં તપાસ કરવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
હલચલ પર નજર
સૂત્રોના જણાવ્યા મુજબ, આ કામને અંજામ આપવા માટે લાંબા સમયથી પ્લાનિંગ કરવામાં આવી રહી હતી. આરોપી ગાડીને ઘરની વધુ નજીક ઉભી કરવા માંગતો હતો. પરંતુ વધુ સુરક્ષાને કારણે તેમ ન કરી શક્યો. તેના દ્વારા અંબાણીના ઘર પર નજર રાખવામાં આવી રહી હતી અને અંબાણીના કાફલા પર પણ નજર રાખવામાં આવી રહી હતી.
મળી મુંબઈ ઇન્ડિયન્સની બેગ
મળતી માહિતી મુજબ, જે સ્કોર્પિઓ કાર મળી છે તેની સીટ પર મુંબઈ ઇન્ડિયન્સનું બેગ મુકવામાં આવ્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની ક્રિકેટ ટિમ છે. જેના માલિક મુકેશ અંબાણી છે, આ બેગમાં ધમકી ભરેલી ચિઠ્ઠી પણ મુકવામાં આવી હતી. જે વ્યક્તિએ સ્કોર્પિઓ કાર અહીં પાર્ક કરી તે ગાડી અહીં મૂકીને ઇનોવા કારમાં ફરાર થઇ ગયો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31