GSTV
Gujarat Government Advertisement

શેરબજાર કકડભૂસ: માર્કેટ ખુલતાની સાથેજ 1100 પોઈન્ટનો બોલાયો કડાકો, નિફ્ટીમાં પણ નોંધાયો ઘટાડો

Last Updated on February 26, 2021 by

દુનિયાભરના શેર બજારમાં ભરી ઘટાડાને લઇ ઘરેલુ બજાર પણ પડી ગયું છે. BSE સેન્સેક્સ 729 અંક નીચે 50,309.87 પર કારોબાર કરી રહ્યું છે. શરૂઆતી કારોબારમાં ઇન્ડેક્સ 1100 અંક નીચે પડી દિવસના સૌથી નીચલા સ્તર 49,950.75ને પકડ્યું. ઈન્ડસઇન્ડ બેન્કના શેર સૌથી વધુ 3.44% નીચે કારોબાર કરી રહ્યું હતું.

રોકાણકારો બજારમાં સૌથી વધુ બેન્કિંગ શેર વેચી રહ્યા છે. નિફટી બેન્ક ઇન્ડેક્સ 877 પોઈન્ટ્સ નીચે 35,671.85 પર કારોબાર કરી રહ્યું છે. તેમાં, સરકારી બેંકોના શેર સૌથી વધુ તૂટી રહ્યા છે. બેન્ક ઓફ બરોડાના શેર 4% નીચે વેપાર કરી રહ્યા છે, નિફટી ઇન્ડેક્સ પણ 285 પોઈન્ટ્સ નીચે 14,811.65 વેપાર કરી રહ્યા છે.

BSE પર 2,099 શેર્સમાં વ્યાપાર થઈ રહ્યો છે. 792 શેર્સમાં વધારો અને 1,231માં ઘટાડો થયો છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને 204.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. જે કાલે 206.18 લાખ કરોડ રૂપિયા હતા.

અમેરિકી શેર બજારોના ઘટાડાને કારણે દુનિયાભરના બજારોમાં પડી અસર

યુએસ બજારોમાં ભારે વેચાણને કારણે વિશ્વભરના શેર બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. જાપાનનું નિક્કી ઇન્ડેક્સ 737 અંક નીચે 29,430 પર છે. હોંગકોંગનું હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29,303 પર ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઇન્ડેક્સમાં 2-2% ઘટાડો થયો છે.

બોન્ડ યિલ્ડ વધવાની અસર, શેર માર્કેટ ધડામ

યુ.એસ. માં, ટેકનોલોજી શેરોમાં બોન્ડ યીલ્ડ અને વેચવાલીના ઘટાડા સાથે મુખ્ય સૂચકાંકો બંધ થયા છે. નાસ્ડેક ઈન્ડેક્સ 478 અંક તૂટીને 13,119 ની નજીક બંધ રહ્યો છે. તે જ રીતે ડાઉ જોન્સ 559 પોઇન્ટ અને S&P 500 ઇન્ડેક્સ 96 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33