Last Updated on February 26, 2021 by
ગુજરાતમાં ૫૮,૨૨૭ બિલ્ડીંગ પાસે ફાયર NOC. (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) અને જરૃરી ફાયર સેફ્ટી ઉપકરણો ન હોવાની કેફિયત આપતું સોગંદનામું રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યુ છે. આ ઉપરાંત ૩૩,૨૭૪ બિલ્ડીંગો પાસે બી.યુ. પરમિશન ન હોવાની રજૂઆત પણ સરકારે કરી છે, જે પૈકી ૨૫,૯૧૦ બિલ્ડીંગ મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં છે.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીના મોત બાદ ફાયર સેફ્ટીના યોગ્ય અંમલ અંગે થયેલી જાહેર હિતની અરજીમાં સરકારે આ વિગતો સોગંદનામા સ્વરૃપે રજૂ કરી છે.
જાહેર હિતની અરજીમાં સરકારે આ વિગતો સોગંદનામા સ્વરૃપે રજૂ કરી
જાહેર હિતની અરજીમાં સરકારે આ વિગતો સોગંદનામા સ્વરૃપે રજૂ કરી
રાજ્ય સરકારના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે સમગ્ર રાજ્યમાં ૫૮, ૨૨૭ બિલ્ડીંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી અને તેમાં યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઇન્સ્ટોલ કરવામાં આવી નથી. અમદાવાદમાં ૧૬,૭૬૧, સુરતમાં ૫૯૨૨, રાજકોટમાં ૫૯૧૭ અને વડોદરામાં ૪૫૮૬ તેમજ નગરપાલિકા વિસ્તારોમાં ૨૪,૬૭૩ બિલ્ડીંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી.
વિસ્તારોમાં ૨૪,૬૭૩ બિલ્ડીંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી
આ ઉપરાંત ગુજરાતમા ૩૩,૨૭૪ બિલ્ડીંગ પાસે બી.યુ. પરમિશન પણ નથી. જે પૈકી ૨૫,૯૧૦ બિલ્ડીંગ મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં છે. જેમાંથી અમદાવાદમાં ૧૪૮૯ બિલ્ડીંગ, સુરતમાં ૨૩૩૫, ૧૦૦૯ વડોદરમાં અને ૧૬૪૦ બિલ્ડીંગ રાજકોટમાં છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ કોરોના દર્દીના મોત બાદ ફાયર સેફ્ટીના યોગ્ય અંમલ અંગે થયેલી રિટમાં આ સોગંદનામું રજૂ કરાયું છે. રિટમાં અરજદારની રજૂઆત છે કે છેલ્લાં બે દાયકાથી થયેલી વિવિધ કાર્યવાહી અને નવાં કાયદાઓ છતાં રાજ્યમાં ફાયર સેફ્ટીના નક્કર અમલનો અભાવ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31