GSTV
Gujarat Government Advertisement

આજે 8 કરોડ વેપારીઓ કરશે ‘ભારત બંધ’ મોંઘવારી, જીએસટી અને ઇંધણના વધતા ભાવ પર દેશવ્યાપી વિરોધ

Last Updated on February 26, 2021 by

સમગ્ર દેશમાં આજે વેપારી સંગઠનો દ્વારા ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે આવતીકાલે વેપારી સંગઠનો દ્વારા ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. જીએસટી વ્યવસ્થાને સરળ બનાવવાની માગ સાથે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ(સીએઆઇટી)એ ૨૬ ફેબ્રુઆરીએ ભારત બંધની અપીલ કરી છે.

ભારત બંધ

આ સાથે જ સડક પરિવહનની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલેફેર એસોસિએશન (એઆઇટીડબ્લ્યુએ)એ પણ સીએઅઆઇટીના સમર્થનમાં ૨૬ ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામની જાહેરાત કરી હતી. જેના કારણે આજે તમામ વ્યવસાયો બંધ રહેશે. સીએઆઇટી દ્વારા આ બંધનું એલાન પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, ઇ-વેલ બિલ અને જીએસટીના જટિલ માળખાના વિરોધમાં આપવામાં આવ્યું છે. દેશના નાના મોટા ૪૦,૦૦૦ વેપારી સંગઠનોએ આ બંધમાં જોડાવવાની જાહેરાત કરી છે.

દેશના આઠ કરોડથી વધારે વેપારીઓ આવતીકાલના ભારત બંધમાં ભાગ લેશે. આ સાથે જ ટ્રાન્સપોર્ટરોના સંગઠનોએ પણ આજે ચક્કાજામની જાહેરાત કરી છે. આ દરમિયાન સમગ્ર દેશમાં સવારે ૬ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી ચક્કા જામ રહેશે. જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વેપારી અને ટ્રાન્સપોર્ટરોએ દેશમાં ૧૫૦૦ સ્થળોએ ધરણા કરવાની યોજના બનાવી છે. આજના ભારત બંધમાં દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટર ઉપરાંત મોટી સંખ્યામાં અન્ય રાષ્ટ્રીય વેપારી સંગઠનો પણ જોડાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33