GSTV
Gujarat Government Advertisement

શું મુંબઇમાં કોરોનાની બીજી લહેર આવશે?, આગામી 10 દિવસ છે અતિ મહત્વના: મુંબગઈગર ચેતી જજો!

કોરોના

Last Updated on February 26, 2021 by

મહારાષ્ટ્રના મુંબઇ સહિત ઉપનગર અને રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોનાના દરદી ઝડપથી ફરી વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં લોકડાઉન કરવું કે નહિ તેનો નિર્ણય લેવાનું જિલ્લાધિકારીને કહ્યું છે. કોરોનાથી બીજી લહેર આવશે કે નહિ તે આગામી ૧૦ દિવસમાં સ્પષ્ટ થશે, એમ રાજ્યના ટાસ્ક ફોર્સના ડોક્ટરોએ જણાવ્યું હતું. એટલે કે હાલની પરિસ્થિતિ જોખમ વધુ છે. એવા સંકેત ડોક્ટરોએ આપ્યા છે.

કોરોના

હાલની પરિસ્થિતિ જોખમ વધુ

અમરાવતીમાં ૭ દિવસનું લોકડાઉન મૂકવામાં આવ્યું છે. આકોલામાં પણ આવી પરિસ્થિતિ છે. મુંબઇમાં પણ કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. આથી કોવિડ ટાસ્કના સભ્ય ડો. રાહુલ પંડિતે ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાના દરદીની સંખ્યામાં વધારો વિદર્ભથી શરૃ થયો છે. આ દરદીઓમાં કોરોનાના નવા વાઇરસના સ્ટ્રેન નથી. એવું કહી શકાય નહિ એવો ભય ડો. રાહુલે વ્યક્ત કર્યો હતો. આથી આગામી ૧૦ દિવસ બધા માટે મહત્વના છે.

આગામી ૧૦ દિવસ બધા માટે મહત્વના

પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે બુધવારે ૨૧ હજારથી વધુ કોરોનાના ટેસ્ટ કરાયો છે. કોરોનાના દરદીની સંખ્યા અને કોરોના પોઝીટીવના રેટમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ વધારો ૬ ટકા થયો છે. અમે પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે. જમ્બો કોવિડ સેન્ટરમાં બેડની સુવિધા  તૈયાર રાખવાની સૂચના અપાઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુંબઇ સહિત ઉપનગરોમાં નાગરિકોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝરનો વપરાશ કરવાની પાલિકાએ અપીલ કરી છે. આગામી ૧૦ દિવસ અત્યંત મહત્વના છે. આથી નાગરિકોએ કાળજી લેવી આવશ્યક છે. એમ કાકાણીએ જણાવ્યું હતું.

વિદર્ભથી ફરી કેસમાં વધારાની શરૃઆત

મુંબઇ, તા.૨૪ ઃ ટાસ્ક ફોર્સના એક સભ્ય ડો. શશાંક જોશીએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર કોવિડ-૧૯ની બીજી લહેર તરફ આગાળ વધી રહ્યું છે કે કેમ એની આપણને આગામી ૧૦ દિવસમાં જાણ થશે. ‘કોરોનાના કેસમાં ઉછાળો વિદર્ભથી શરૃ થયો છે અને એમાં મ્યુટન્ટ વેરિયંટસ (કોરોના વાયરસના બીજા પ્રકાર)ની કોઇ ભૂમિકા નથી એવું માનવું  મુશ્કેલ છે. એમના મતે કેસ વધવાનું બીજુ એ કારણ એવું  હોઇ શકે કે જેમને અગાઉ કોરોના વાયરસનું ઇન્ફેક્શન નહોતું લાગ્યું તેઓ મુક્તપણે હરવા- ફરવા લાગ્યા હતા. કોરોના વાયરહસનો પ્રસાર રોકવા ડબલ માસ્ક પહેરવો ફરજિયાત છે એવી ટકોર ડો. જોશીએ વધુમાં કરી હતી.

બુધવારે યોજાયેલી કેબીનેટ મીટિંગમાં એક પ્રેજેન્ટેશન અપાયું હતું, જેમાં કોવિડ-૧૯ના વધતા કેસ અને હાલ ચાલી રહેલા વોર્કસનેશન અભિયાનનો ડાટા રજૂ કરાયો હતો. આરોગ્ય ખાતાએ મીટિંગમાં એવી રજૂઆત કરી હતી કે ફેબુ્રઆરી મહીનામં સરેરાશ કેસ વનધ્યા હોવા છતાં દર્દીઓનો મૃત્યુ દર નીચો રહ્યો છે.’

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33