GSTV
Gujarat Government Advertisement

એવો વિકાસ થયો કે મૂડીઝે બદલ્યું અનુમાન, 2021-22માં ભારતનું અર્થતંત્ર કરશે 13.7%ની વૃદ્ધિ

Last Updated on February 26, 2021 by

વૈશ્વિક રેટિંગ એજન્સી મુડીઝે  2021-22 માં ભારતનાં અર્થતંત્રનો વૃધ્ધી દર 13.7% સુધી જઇ શકે છે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે, આ પહેલા મૂડીઝે 2021-22માં દેશનો આર્થિક વિકાસ દર 10.08% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, પરંતુ ફેબ્રુઆરી 2021માં તેમણે એમ કહીને તેમાં સુધારો કર્યો કે હવે આગામી નાણાકીય વર્ષમાં સ્થાનિક અર્થતંત્ર 13.7% નો વિકાસ દર પ્રાપ્ત કરી શકે છે.

મૂડીઝે આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દરના આંકડામાં જ ફેરફાર કર્યો નથી. પરંતું, તેનું કહેવું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 7% ઘટશે. જો કે, તેના અગાઉના અંદાજમાં, તેણે કહ્યું હતું કે આજ સમયગાળા દરમિયાન દેશનો જીડીપી 10.6% ઘટશે.

imf

મૂડીએ તેના ‘ગ્લોબલ મેક્રો આઉટલુક 2021-22’ ની ફેબ્રુઆરી આવૃત્તિમાં જણાવ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતે વિશ્વના સૌથી મોટા અને સૌથી કડક લોકડાઉનનો સામનો કર્યો. આને કારણે, 2020 નાં બીજા ક્વાર્ટરમાં દેશના અર્થતંત્રમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જો કે હવે અર્થવ્યવસ્થા ધીરે ધીરે વેગ પકડી રહી છે. 2020 નાં અંત સુધીમાં, મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓએ કોરોના રોગચાળાની પુર્વનાં સ્તરને પાપ્ત કરી લીધો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33