GSTV
Gujarat Government Advertisement

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને મળશે નિઃશુલ્ક પાઠપુસ્તકો: નવોદય વિદ્યાલય સમિતિની બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીની જાહેરાત

Last Updated on February 26, 2021 by

નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળી હતી જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ સમિતિ અને NVSને લગતા જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે પણ હાજર રહ્યા હતા.

નવોદય

NVSની બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ જેવા કે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને મફત પાઠપુસ્તકો આપવા, ધોરણ 9 પછીના વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ આપવા અને હોસ્ટેલ્સ અને સ્કૂલ્સને વધુ સુવિકસિત કરવા માટે સીએસઆર ફંડ વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ની એક્ઝિક્યુટિવ કમિટીની 40મી બેઠકમાં પૂર્વોત્તર રાજ્યો, હિમાલયન અને જમ્મુ કાશ્મીરમાં વિશેષ રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવા પર પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં, આગામી વર્ષથી નવી ટ્રાન્સફર પોલિસી અને એન્જીનીયર કેડરમાં ભરતીના નિયમોમાં સુધારા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે સાથે, બેઠકમાં એનવીએસના પૂર્વ વિદ્યાર્થીઓને શાળાઓ દત્તક લેવા માટે વિનંતી પણ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગના સોશિયલ મીડિયા હેન્ડલ પર જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણ મંત્રી ડૉ. આરપી નિશંકની અધ્યક્ષતામાં નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ની એક્ઝિક્યુટિવ કમિટીની 40મી બેઠક મળી. મહત્વના મુદ્દા તરીકે – પૂર્વોત્તર રાજ્યો, હિમાલયન અને જમ્મુ કાશ્મીરમાં વિશેષ રિક્રુટમેન્ટ ડ્રાઈવ શરૂ કરવા અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ આપવા પર ચર્ચા કરવામાં આવી.

નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ની એક્ઝિક્યુટિવ કમિટીની 40મી બેઠકમાં મંત્રી સંજય ધોત્રેએ શાળાઓના માળખામાં સુધારા કરવા પર તાત્કાલિક અમલ કરવા પર ભાર મુક્યો હતો. કોરોના કાળ બાદ સુરક્ષા અને તકેદારીના પગલાં ચાલુ રાખવામાં આવશે. તેમજ ગુણવત્તા શિક્ષણ પર ભાર મુકવા માટે ડિજિટલ શિક્ષણ પર પણ વિશેષ ભાર મુકવા જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33