Last Updated on February 26, 2021 by
દેશની સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ નિર્ણયમાંજણાવ્યું છે કે સરકાર યોગ્ય કામના બદલામાં કોઈ પણ કર્મચારીના પગાર અને પેન્શનને રોકી શકે નહી. પગાર અને પેન્શનની ચુકવણીમાં વિલંબ થતાં સરકારે વ્યાજબી વ્યાજ ચૂકવવું જોઈએ. કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને થોડા સમય માટે ટાળી દીધેલા પગાર અને પેન્શન પર છ ટકાના દરે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસમાં હાઇકોર્ટે 12 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો.
કેસમાં હાઇકોર્ટે 12 ટકા વ્યાજ દર નક્કી કર્યો
આંધ્રપ્રદેશ સરકારે કોરોના મહામારીને કારણે આવેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને માર્ચ-એપ્રિલ 2020માં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનને કેટલાક સમય માટે મુલતવી રાખ્યું હતું. સરકારે આ સંદર્ભે એક આદેશ પણ બહાર પાડ્યો હતો. જો કે પાછળથી એપ્રિલમાં, સરકારે ત્રણ વિભાગ સ્વાસ્થ્ય આરોગ્ય, પોલીસ અને સફાઈ કામદારોના ત્રણ વિભાગના સંપૂર્ણ પગારને પુનર્સ્થાપિત કર્યો હતો.
વેતન-પેન્શન મેળવવું સરકારી કર્મચારીઓનો અધિકાર
બીજી તરફ અને 26 એપ્રિલના રોજ પેન્શનરોની સંપૂર્ણ પેન્શન પણ પુન સ્થાપિત કરી હતી. પરંતુ તે દરમિયાન પૂર્વ જિલ્લા અને સેશન્સ જજે હાઈકોર્ટમાં એક મહત્વની અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે કર્મચારીને પગાર અને પેન્શન મેળવવાનો અધિકાર છે, અને રોકેલા પગાર અને પેન્શનની ચુકવણીની માંગ કરી હતી.
હાઇકોર્ટે કહ્યું કે વેતન મેળવવું વ્યક્તિના બંધારણ ધારા 21માં મળેલ અધિકાર અને ધારા 300Aમાં મળેલ સંપત્તિના અધિકારમાં આવે છે. હાઇકોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને 12% વ્યાજ સાથે રોકેલ વેતન પાને પેન્શન આપવા આદેશ જારી કર્યો છે . આ નિર્ણયને અંદર પ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે રાજ્ય સરકારે માત્ર વ્યાજ આપવાના પહેલુંને જ પડકાર્યો હતો.
દર મહિનાની અંતિમ તારીખ પર મળશે વેતન
હાઈકોર્ટે આ જનહિત પિટીશન પર વિસ્તૃત આદેશ આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, આંધ્ર પ્રદેશ ફાઈનાન્શિયલ કોડના અનુચ્છેડ 72 અનુસાર સરકારી કર્મચારીઓને દર મહિનાની અંતિમ તારીખે વેતન મળવું જોઈએ. વધુમાં કહ્યું કે, પેંશન માત્ર ત્યારે જ રોકી શકાય છે. જ્યારે કર્મચારી વિભાગીય તપાસ એટલે કે ન્યાયીક પ્રક્રિયામાં ગંભીર ગેરવર્તુણુકનો દોષિ હોય જે આ મામલામાં નથી. હાઈકોર્ટે કહ્યું કે, વેતન મેળનાર વ્યક્તિને સંવિધાનના અનુચ્છેદ 21માં મળતા જીવનના અધિકાર અને અનુચ્છેદ 300 એમાં મળતી સંપત્તિના અધિકારમાં આવે છે. હાઈકોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને 12 % વ્યાજ સાથે રોકવામાં આવ્યું. વેતન અને પેંશન ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને આંધ્ર પ્રદેશ સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર આપ્યો હતો. જો કે, રાજ્ય સરકારે માત્ર વ્યાજ ચૂકવતા પહેલુને જ પડકાર આપ્યો હતો.
રાજ્ય સરકારે પગાર રોકવા અંગે આપી આ દલીલ
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનને સ્થગિત કરવાનો નિર્ણય કોરોના રોગચાળાને કારણે આવેલું આર્થિક સંકટ છે, આર્થિક સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હુકમ જારી કર્યા પછી તરત જ ફ્રન્ટ લાઇન વર્કરનો પગાર પુનસ્થાપિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ પગલું સારા ઇરાદા સાથે ભર્યું. આ કિસ્સામાં, વ્યાજ ચૂકવવાનો હુકમ યોગ્ય નથી.
વિલંબિત ચુકવણી પર રાજ્ય સરકારે છ ટકા વ્યાજ ચૂકવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો
જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને એમ.આર. શાહની ખંડપીઠે ગત 8 ફેબ્રુઆરીના રોજ આંધ્ર સરકારની અપીલનો નિકાલ કરતા જણાવ્યું કે ટાળવામાં આવેલા વેતન અને પેન્શનને રોકી રાખવાના હુકમમાં કોઈ ભૂલ નથી. કાયદા અનુસાર રાજ્ય સરકારે ચુકવણીમાં વિલંબીત થવાથી પગાર અને પેન્શન મેળવવું સરકારી કર્મચારીનો અધિકાર છે. જો કે કોર્ટે કહ્યું હતું કે વ્યાજના દરમાં 12 ટકાનો ઘટાડો થઈ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31