GSTV
Gujarat Government Advertisement

ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ

Last Updated on February 25, 2021 by

મોટેરા સ્ટેડિયમની પીચ છે કે શું છે. પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ સીરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. જેમાં ઇગ્લેન્ડનો ધબડકો જોવા મળી રહ્યો છે.

81 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું છે. અમદાવાદમાં ભારતીય ઓફ-સ્પિનર અશ્વિને બનાવ્યો છે મેજર રેકોર્ડ. જેમાં તે 400 વિકેટ લેનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે. અશ્વિને પોતાની 77મી ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો છે.

શ્રીલંકાનો મુથૈયા મુરલીધરને 72 ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી હતી અને આ સૂચિમાં પ્રથમ સ્થાને છે. અક્ષર પટેલે આ મેચમાં 11 વિકેટ ઝડપી છે. જો બે દિવસમાં પરિણામ આવશે તો 22મી મેચ બનશે. ભારતને હવે 49 રનનો ટાર્ગેટ મળ્યો છે.

80 રનમાં તો ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલે 5 વિકેટ ઝડપી લીધી છે. ટેસ્ટના પ્રથમ દાવમાં પણ અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ભારતે 31 રનમાં અંતિમ 7 વિકેટ ગુમાવી, રોહિત શર્મા 66 રન સાથે ટોપ-સ્કોરર રહ્યો હતો. 1983 પછી પહેલીવાર ઇંગ્લેન્ડના કપ્તાને ટેસ્ટમાં 5 વિકેટ હોલ લીધી. છેલ્લે 1983માં બોબ વિલિસે એક ઇનિંગ્સમાં પાંચ શિકાર કર્યા હતા.

ટીમ ઈન્ડિયાને 33 રનની લીડ

ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાને 33 રનની લીડ મળી છે. આજે પણ અક્ષર પટેલનો જલવો જોવા મળી રહ્યો છે. જોફ્રા આર્ચરનાં રુપમાં રવિચંદ્રન અશ્વિને તેની 400 વિકેટ પૂરી કરી છે. ઈંગ્લેન્ડનાં 68 રનનાં સ્કોર પર અશ્વિને જોફ્રા આર્ચરને એલબીડબલ્યુ આઉટ કરીને ઈંગ્લેન્ડની સાતમી વિકેટ ખેરવી દીધી છે. 

બીજા દાવમાં પણ તેને 4 વિકેટ લઈ લીધી છે. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 7 વિકેટ પડી ગઈ છે. અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે! રિલાયન્સ એન્ડથી બોલ અદાણી એન્ડ કરતા વધુ સ્પિન થઈ રહ્યો છે.ઈંગ્લેન્ડે 7 વિકેટના નુકશાને 68 રન બનાવ્યા છે. આર્ચર અને બેન ફોક્સ મેદાનમાં છે.અક્ષર પટેલે 10 વિકેટો ઝડપી લીધી છે. અશ્વિને બીજી દાવમાં 3 વિકેટ ઝડપી છે. જ્યારે અક્ષર પટેલે 4 વિકેટો ઝડપી છે. આજે જ આ ટેસ્ટ મેચ પૂરી થઈ જાય તેવી સંભાવના છે. ઇગ્લેન્ડનો ધબડકો થયો છે. સ્પીનરોના બોલ જોરદાર સ્પીન થઈ રહ્યાં છે.

  • ભારતે 31 રનમાં અંતિમ 7 વિકેટ ગુમાવી, રોહિત શર્મા 66 રન સાથે ટોપ-સ્કોરર રહ્યો
  • 1983 પછી પહેલીવાર ઇંગ્લેન્ડના કપ્તાને ટેસ્ટમાં 5 વિકેટ હોલ લીધી. છેલ્લે 1983માં બોબ વિલિસે એક ઇનિંગ્સમાં પાંચ શિકાર કર્યા હતા.

ભારતીય સ્પીનરોએ તરખાટ મચાવતા અક્ષર પટેલ અને અશ્વિને ઘાતક બૉલિંગ કરી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ખૂબ જ ખરાબ રહી, ઈંગ્લેન્ડે શૂન્ય રને બે વિકેટ ગુમાવી દીધી છે. જેક ક્રોલી અને જોની બેરિસ્ટો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગા થઈ ગયા છે.

અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા આ બન્નેની વિકેટ લીધી છે. પહેલાં દિવસે ત્રણ વિકેટ પર 99 રન બનાવનારી ટીમ ઈન્ડિયા બીજા દિવસે માત્ર 46 રનો પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી. ઈંગ્લેન્ડ માટે જો રૂટે શાનદાર બોલિંગ કરતા માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી, જ્યારે લિચે 4 વિકેટ લીધી હતી.

સૌથી ઓછા રન આપીને એક ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર સ્પિનર્સ

  • 5/8 જો રૂટ vs ભારત, અમદાવાદ 2020/21 *
  • 5/9 ટિમ મે v વેસ્ટ ઇન્ડિઝ એડિલડ 1992/93
  • 6/9 માઈકલ ક્લાર્ક v ઇન્ડિયા મુંબઇ 2004/05

અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ અતિ રોમાચંક બની ગઈ છે. ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ દિવસ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત ફોર્મ બતાવતા 99 રન બનાવ્યા હતા, જોકે આ દરમિયાન ભારતીય ટીમે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી હતી, જેમાં ઓપનર શુભમન ગીલ 11 રન, ચેતેશ્વર પુજારા 0 રન અને કેપ્ટન વિરાટ કોહલી 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ભારતીય લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને 6 વિકેટ ઝડપી, આ ઉપરાંત ઓફ સ્પીનર આર.અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ ડે-નાઇટ ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. જો રુટે જ્યારે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો ત્યારે કલ્પના પણ કરી ન હતી કે ડાબેરી સ્પિનરની સ્પિન બોલિંગ ઇંગ્લેન્ડને એકદમ નીચા સ્કોરે પેવેલિયન ભેગા કરી દેશે.

બન્ને ટીમના આ છે ખેલાડીઓ

  • ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ.
  • ઈંગ્લેન્ડ: ડોમ સિબલી, જેક ક્રાઉલી, જોની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન.

અક્ષર પટેલે ફક્ત ૨૧.૪ ઓવરમાં ૩૮ રન આપી ૬ વિકેટ જડપી હતી. તેણે છ ઓવર મેઇડન નાખી હતી. તેણે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં પણ ઇંગ્લેન્ડ સામે બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર ઝાક ક્રોવલી જ દસ ચોગ્ગાની મદદથી ૮૪ બોલમાં ૫૩ રન કરીને ભારતના બોલિંગ આક્રમણનો પ્રતિકાર કરી શક્યો હતો, પરંતુ તે પણ છેવટે અક્ષર પટેલનો ભોગ બન્યો હતો. પટેલે તેને લેગબિફોર કર્યો હતો.

અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવામાં ચોથા ક્રમે

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ઝડપવા દરમિયાન અશ્વિન ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવામાં ૫૯૯ વિકેટ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે. તેણે ઓલી પોપની વિકેટ ઝડપવા દરમિયાન ઝહીર ખાનના ૫૯૭ વિકેટોના રેકોર્ડને વટાવ્યો હતો. ભારત તરફથી સંયુક્ત રીતે કુલ વિકેટોમાં કુંબલે ૯૫૩, હરભજન ૭૦૭ અને કપિલદેવ ૬૮૭ જ તેનાથી આગળ છે. આ ઉપરાંત તેને ૪૦૦ વિકેટ ઝડપનારા ચોથા ભારતીય બોલર બનવામાં ત્રણ જ વિકેટ ખૂટે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33