GSTV
Gujarat Government Advertisement

લગ્નને માંડ 15 દિવસ થયા ત્યાં તો દહેજ ભૂખ્યા સાસરિયાઓએ કરી આટલા લાખની માંગ, પરિણીતાની ફરિયાદ

Last Updated on February 25, 2021 by

અમદાવાદમાં વધતા જતા ગુનાઓ વચ્ચે શહેર પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. તમે અવારનવાર એવાં કિસ્સાઓ સાંભળ્યાં હશે કે જેનાં સાસરિયા પક્ષ દ્વારા પરિણીતા પાસેથી દહેજની માંગ કરવામાં આવતી હોય છે. એમાં જો પરિણીતા સાસરિયા પક્ષની માંગણી પૂર્ણ ના કરે તો તેની પર ત્રાસ ગુજારવામાં આવે છે અથવા તો તેને કાઢી મૂકવામાં આવે. જેવી ઘણી ઘટનાઓ તમે સાંભળી હશે. ત્યારે એવી જ એક ઘટના અમદાવાદના નારોલ વિસ્તારની સામે આવી છે. જ્યાં દહેજ ભૂખ્યા સાસરિયાઓએ પરિણીતા પર ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

પતિએ લગ્ન સમયે કંઈ જ આપ્યું ન હોવાનું બહાનું બનાવી ઝઘડો શરૂ કર્યો

શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન ફેબ્રુઆરી 2019માં નરોડાના એક યુવાન સાથે થયા હતાં. લગ્ન સમયે તેના પિતાએ રૂપિયા 51 હજાર રોકડા, બાઈક, ફ્રિઝ, ટીવી, દાગીના અને ઘર વખરીની વસ્તુઓ આપી હતી. પરંતુ લગ્નના હજી તો 15 દિવસ જ માંડ થયા છે ત્યાં તો 15 દિવસ બાદ પરિણીતાના પતિએ તેના પિતાએ લગ્ન સમયે કંઈ જ આપ્યું નથી કહીને તેની સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. જો કે આ બાબતે પરિણીતાએ તેના સાસુ-સસરાને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેને સારું થઈ જશે. તેનું મગજ હમણાં થોડું ખરાબ થઈ ગયેલ છે. જેથી આ બાબતની જાણ પરિણીતાએ કોઈને કરેલી ન હોતી.

પતિ અવારનવાર દારૂ પીને પરિણીતાને માર મારતો

બાદમાં પરિણીતાના સાસુ-સસરા અને દિયર પણ નાની-નાની બાબતોમાં તેની સાથે તકરાર કરી ઝગડાઓ કરવા લાગ્યા હતાં તેમજ પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતાં. એટલું જ નહીં દહેજ પેટે રૂપિયા 5 લાખ 51 હજાર લઈ આવવાની પણ માંગણી કરી હતી. જ્યારે તેનો પતિ અવારનવાર દારૂ પીને પરિણીતાને માર મારતો હતો. આમ, આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા હાલમાં પોલીસે આ સમગ્ર ઘટના મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33