Last Updated on February 25, 2021 by
ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ સતત વધતી રહી છે. દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ વધતી જાય છે. જેમાં છેતરપિંડી, હત્યા, લૂંટ સહિતની અનેક ઘટનાઓ ઘટતી રહે છે. એવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે નકલી ડ્રાઈવિંગ લાયસન્સનું જે રેકેટ ઝડપ્યું તેમાં 19 લાયસન્સ, 5 આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ છ હજાર રૂપિયામાં બોગસ લાયસન્સ બનાવી આપતા હતાં.
અમદાવાદમાં લૂંટની ઘટનાઓ પણ પ્રમાણમાં વધવા લાગી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રોજબરોજ અવારનવાર ક્રાઇમની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ફ્રોડ, લૂંટફાંટ જેવી અનેક ઘટનાઓ રોજ ઘટતી રહે છે. ત્યારે તાજેતરમાં શહેરમાં થયેલી લૂંટની ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક NRI વૃદ્ધ સાથે લૂંટની ઘટના ઘટી છે. NIR સિનિયર સિટિઝનના ઘરમાં 3 અજાણ્યા શખ્સો ઘુસી ગયા હતાં અને તેમણે વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાંખી તેમને બંધક બનાવી લીધા હતાં. બાદમાં તેઓને બંધક બનાવ્યા બાદ શખ્સોએ આંધળી લૂંટ ચલાવી હતી. જેમાં લૂંટારૂઓએ ટીવી, મોબાઇલ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવીને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. શહેરમાં એકલા રહેતા વૃદ્ધને લૂંટારુઓએ ટાર્ગેટ કર્યા હતાં. જેથી પોલીસે મામલાની ગંભીરતા જોતા આગળની તપાસ હાથ ધરી છે.
જો કે અહીં પ્રશ્નો એ થાય છે કે, આખરે અમદાવાદમાં રોજબરોજ થતી લૂંટની ઘટનાઓ, છેતરપિંડીની ઘટના જેવી ઘટનાઓ થવા પાછળ આખરે જવાબદાર કોને ગણી શકાય. આખરે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઊભા થાય છે કે, આખરે આવી ઘટનાઓને ક્યારે રોકવામાં આવશે. ક્યાં સુધી આવી ગુનાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31