Last Updated on February 25, 2021 by
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર અને દક્ષિણ ભારત અંગે આપેલા નિવેદન બાદ કોંગ્રેસમાં પણ રાજકીય ઘમાસાણ મચ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના નેતા આનંદ શર્મા, કમલનાથ અને કપિલ સિબ્બલે પણ રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે.
આનંદ શર્માએ કર્યો બચાવ
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ રાહુલ ગાંધીનો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ આપેલું નિવેદન પોતાના અનુભવના આધારે આપ્યુ છે. તેમણે આ પ્રકારનું નિવેદન આપી કોઈનું અપમાન કર્યું નથી. કોંગ્રેસે ક્યારેય કોઈ વિસ્તાર, ભાષા અને ધર્મના આધારે રાજનીતિ નથી કરી.
દક્ષિણ ભારતના લોકો સમજદાર છે: કમલનાથ
તો બીજી તરફ એમપીના પૂર્વ સીએમ કમલનાથે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ કોઈ ખોટું નિવેદન આપ્યું નથી. કેરળ અને દક્ષિણ ભારતના લોકો સમજદાર છે. રાહુલ ગાંધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ છે.
મતદાતા બુદ્ધિમાન છે: કપિલ સિબ્બલ
તો સાથે સાથે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે મતદાતા બુદ્ધિમાન છે, તેઓ જાને છે કે કોને વોટ આપવાનો છે.કાયા ઉમેદવારને મત આપવાનો છે. કયા રાજકીય પક્ષને મત આપવો છે.તે એ પણ જાણે છે કે તેમણે કેમ વોટ આપવાનો છે. મને નથી લાગતું કે કોંગ્રેસ કોઈપણ રીતે કોઈપણ ચૂંટણીમાં કોઈપણ રીતે અપમાન કરશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31