Last Updated on February 25, 2021 by
રાજ્યમાં ચૂંટણી અને લગ્ન મેળાવડાને કારણે ફરી કોરોના વકર્યો છે. અમદાવાદ શહેરમાં 15 દિવસમાં કેસમાં વધારો થયો છે. લોકો સાવચેતી નહી રાખે તો મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થશે, સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 46 દર્દી સારવાર હેઠળ છે. જો લગ્નમેડાવડા અને ચૂંટણી મેળાવડા મા લોકો સાવચેત નહિ રહે તો કોરોના વિસ્ફોટ થશે, આ ચોંકાવનારું નિવેદન ડો રાકેશ જોશીએ આપ્યું છે. ચોંકવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે કે છેલ્લા 15 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો છે.
સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 46 દર્દી સારવાર હેઠળ
- ચૂંટણી અને લગ્ન મેળાવડાને કારણે ફરી કોરોના વકર્યો
- સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 46 દર્દી સારવાર હેઠળ
- જો લગ્નમેડાવડા અને ચૂંટણી મેળાવડા મા લોકો સાવચેત નહિ રહે તો કોરોના વિસ્ફોટ થશે : ડો રાકેશ જોશી
- જો હજુ પણ કેસ વધશે તો ફરી 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે શરૂ કરીશું : એડિશનલ સુપરિટેન્ડટન્ટ
- તમામ લોકો વેકસીન લે અને માસ્ક સાથે સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે જરૂરી
- લોકો સાવચેતી નહી રાખે તો મહારાષ્ટ્ર જેવી સ્થિતિ થશે
ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં ફરી કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ફરી ૧૮૦૦ને પાર કરી ૧૮૬૯ પર પહોંચી છે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૩૮૦ કેસ અને એક મોત નોંધાયું છે. ચૂંટણીના કારણે લોકોને મળેલી ક્ષણિક રાહત પૂર્ણ થવાની અને નિયમો ફરી કડક થવાની શક્યતા આ આંકડાઓ પરથી લાગી રહી છે.
આજે અમદાવાદમાં ૮૪, વડોદરામાં ૮૦, સુરતમાં ૬૪, રાજકોટમાં ૫૫, જામનગરમાં ૧૬ અને ગાંધીનગરમાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના જિલ્લાઓમાં સાત કે તેથી ઓછાં કેસો નોંધાયા છે. મહાનગરોમાં નોંધાઇ રહેલા કેસોમાં ધીમે-ધીમે નોંધાઇ રહેલો વધારો યથાવત્ છે. આજે અમદાવાદમાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુઆંક ૪૪૦૭ પર પહોંચ્યો છે.
- અમદાવાદમાં કોરોના કેસમાં વધારો…
- 15 દિવસમાં કેસમાં વધારો…
- 7 ફેબ્રુઆરી અમદાવાદ શહેરમાં 47 કેસ હતા…
- 15 દિવસ બાદ કેસમાં અધધ વધારો
- 21ફેબ્રુઆરી 40 ટકા કેસ વધ્યા
- 22 ફેબ્રુઆરી 49 ટકા કેસ વધ્યા
- 23 ફેબ્રુઆરી 47 ટાકા કેસ અમદાવાદમાં વધ્યા
- 24 ફેબ્રુઆરી 72 ટકા કેસ વધ્યા
રાજ્યમાં છેલ્લાં બે મહિનાથી એવી પરિસ્થિતિ હતી કે નવાં કેસોની સંખ્યા કરતા વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં હતા, પરંતુ છેલ્લાં દસ દિવસથી નવાં નોંધાતા કેસો કરતા ખૂબ ઓછાં દર્દીઓને રોજ ડિસ્ચાર્જ મળી રહ્યું છે. આજે નોંધાયેલા નવાં ૩૮૦ કેસો સામે ૨૯૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેથી અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૧૮૬૯ છે. જે પૈકી ૩૩ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૮૩૬ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮,૧૬,૨૩૮ લોકોએ કોરોનાની રસીના પહેલો ડોઝ અને ૭૪,૪૫૭ લોકોએ બીજો ડોઝ મેળવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31