GSTV
Gujarat Government Advertisement

બંગાળમાં નડ્ડાએ લોન્ચ કર્યું સોનાર બાંગ્લા મિશન, કહ્યું: મમતા સરકારે અટકાવી છે કેન્દ્રની યોજનાઓ

Last Updated on February 25, 2021 by

પશ્ચિમ બંગાળમાં આવી રહેલ વિધાનસભા ચૂંટણીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે છે જ્યાં તેમણે ભાજપના સોનાર બાંગ્લા મિશનની શરૂઆત કરાવી છે. એક તરફ જ્યાં, પીએમ નરેન્દ્ર મોદી આજે દક્ષિણના તામિલનાડુ અને પુડુચેરી રાજ્યોના પ્રવાસે છે. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે બંગાળમાં સભાઓ ગજવશે.

મિશન દ્વારા 2 કરોડ સલાહ સૂચનો લેવામાં આવશે

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળમાં મિશન લોન્ચ કરતા કહ્યું છે કે બંગાળની જનતા સોનાર બાંગ્લા બનાવવામાં કેવી રીતે સહભાગી થઇ શકે છે, અમે તેમને અમારી સાથે જોડવા માંગીયે છીએ. આ મિશન દ્વારા 2 કરોડ સલાહો લેવામાં આવશે. જેપી નડ્ડાએ કહ્યું કે દરેક વિધાનસભામાં 100 સલાહ પેટીઓ મુકવામાં આવશે. જેથી લોકો તેમાં પોતાના સલાહસૂચનો આપી શકે.

બંગાળમાં લાગુ થશે આયુષ્યમાન ભારત યોજના: નડ્ડા

જેપી નડ્ડાએ જણાવ્યું કે લોકો વેબસાઈટ, સોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા પણ પોતાના સલાહસૂચનો આપી શકે છે. આ મિશન 3 થી 20 માર્ચ સુધી સમગ્ર તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આવરી લેવામાં આવશે. નડ્ડાએ કહ્યું કે બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ આયુષ્યમાન ભારત યોજના, કિસાન સન્માનનિધિ, ફસલ વીમા યોજના વગેરે જેવી યોજનાઓને લાગુ કરવામાં આવશે. કિસાન સન્માનનિધિના બાકી હપ્તા પણ ખેડૂતોને આપવામાં આવશે.

પોલીસે રદ્દ કરી પરિવર્તન યાત્રાની મંજૂરી

ભાજપના નેતા અર્જુન સિંહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને દાવો કર્યો છે એ બંગાળ પોલીસે ભાજપની પરિવર્તન યાત્રાને આપવામાં આવેલ મંજૂરી રદ્દ કરી છે. આ યાત્રા કાંચરાપારા થી બૈરકપુર સુધી થવાની હતી. ભાજપના રહ્સ્ત્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ યાત્રામાં સામેલ થવાના હતા. અર્જુન સિંહે દાવો કર્યો છે કે ભાજપ આ મામલે કોર્ટમાં જશે અને યાત્રાને ફરીથી આગળ વધારશે.

દક્ષિણી રાજ્યોની મુલાકાતે પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદી આજે ચૂંટણી વાળા 2 રાજ્યોમાં મુલાકાતો કરશે. પીએમ મોદીએ પુડુચેરી અને તામિલનાડુના પ્રવાસે છે. જ્યાં તેઓ ચૂંટણી સભાઓને સંબોધન કરશે તો સાથે સાથે અનેક પ્રજાલક્ષી યોજનાઓની શરૂઆત કરાવશે. તામિલનાડુના કોઇમ્બતુરમાં પીએમ મોદી 12400 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કરાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33