Last Updated on February 25, 2021 by
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે મેયરને લઇને ભાજપે મંથન શરૂ કર્યું છે. અમદાવાદનું મેયર પર એસસી માટે અનામત હોવાથી ડેપ્યુટી મેયર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. દંડક તેમજ પક્ષના નેતાની પસંદગી જાતિગત સમીકરણોને ધ્યાને રાખીને કરાશે.. મેયર પદ માટે વાસણાથી હિમાંશુ ઠક્કર. ઠક્કરબાપાનગરથી કિરીટ પરમાર તેમજ જોધપુરથી અરવિંદ પરમારનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. જ્યારે કે ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન દંડક અને પક્ષના નેતા તરીકે સરસપુરથી ભાસ્કર ભટ્ટ. થલતેજથી હિતેશ બારોટ. પાલડીથી પ્રિતેશ મહેતા અને જૈનિક વકીલ. ઘાટલોડિયાથી જતીન પટેલ અને ખોખરાથી કમલેશ પટેલના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે.
મેયરને લઇને ભાજપે મંથન શરૂ કર્યું
મેયર પદ માટે જે દાવેદારોના નામ ચાલી રહ્યા છે તેની જો વાત કરીએ તો વાસણાથી હિમાંશુ વાળા, ઠક્કરનગરથી કિરીટ પરમાર અને જોધપુર વોર્ડથી અરવિંદ પરમારના નામ ચર્ચામાં છે. હિમાંશુ વાળા પ્રથમ ટર્મ તો કિરીટ પરમારની 3જી ટર્મ છે અને અરવિંદ પરમાર 2જી ટર્મ કોર્પોરેટર બન્યા છે આ નેતામાંથી કોઇપણની પસંદગી કરવામાં આવે એવી શક્યતા રહેલી છે.
- મેયરને લઈને બીજેપી નું મનોમંથન શરૂ
- મુખ્ય પદો માટે બીજેપી જાતિગત સમીકરણને લક્ષમાં રાખી ને કરશે નિર્ણય
- મેયર પદ એસસી રિઝર્વ હોવાથી ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દંડક અને પક્ષ નેતા માં જોવાશે સમીકરણો
- ડેપ્યુટી મયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદે જનરલ કોર્પોરેટર ને સ્થાન અપાઈ તેવી શકયતા
- પક્ષ નેતા અને દંડક પદે ઓબીસી ને અપાઈ શકે છે સ્થાન
- મેયર પદ માટે વાસણાથી હિમાંશુ વાળા, ઠક્કરનગરથી કિરીટ પરમાર અને જોધપુર વોર્ડથી અરવિંદ પરમારના નામ ચર્ચામાં
- હિમાંશુ વાળા પ્રથમ ટર્મ, કિરીટ પરમાર 3 ટર્મ અને અરવિંદ પરમાર 2 ટર્મ કોર્પોરેટર બન્યા છે
- ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન પક્ષ નેતા અને દંડક પદે સરસપુર વોર્ડથી ભાસ્કર ભટ્ટ,થલતેજથી હિતેશ બારોટ અને પાલડીથી પ્રીતેશ મહેતા અને જૈનિક વકીલ ઘટલોડિયાથી જતીન પટેલ અને ખોખરથી કમલેશ પટેલ ના નામ ચર્ચા માં
નેતામાંથી કોઇપણની પસંદગી કરવામાં આવે એવી શક્યતા રહેલી
આ સિવાય અમદાવાદના ઘણા સીનીયર કોર્પોરેટર છે જેને એએમસીના મુખ્ય હોદ્દા એટલે કે સ્ટેન્ડિંગ ચેરમેન દંડક પક્ષ નેતા ડેપ્યુટી મેયર પડે સ્થાન મળી શકે છે જેમાં પણ ઘણા નામો ચર્ચામાં છે જેની વાત કરીએ તો સરસપુર વોર્ડથી ભાસ્કર ભટ્ટ જે સીનીયર છે અગાઉ પણ ચુંટણી જીતી ચુક્યા છે.
હિતેશ બારોટનું નામ પણ ચર્ચામાં છે જે પણ સીનીયર નેતા
આ સિવાય થલતેજથી હિતેશ બારોટનું નામ પણ ચર્ચામાં છે જે પણ સીનીયર નેતા છે અને અમિત શાહની નજીકના માનવામાં આવે છે આ સિવાય પાલડીથી પ્રીતેશ મહેતા કે જેઓ અગાઉ ચુંટણી જીતી ચુક્યા છે અને હાલમાં એડીસી બેંક માં સારા હોદ્દા પર છે અગાઉ શહેર સંગઠનમાં મંત્રીના હોદ્દા પર પણ રહેલા છે. જૈનિક વકીલ કે જેઓ પણ અગાઉ ચુંટણી જીતેલા છે અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે તો ઘટલોડિયાથી જતીન પટેલ સીનીયર છે અને ખોખરથી કમલેશ પટેલ શહેર મહામંત્રી રહી ચુક્યા છે…..આમ આ તમામ નેતાઓના નામ હાલમાં ચર્ચાઈ રહ્યા છે આધાર ભૂત સુત્રો કહે છે કે આ પૈકીના નેતાઓને જ એએમસીના મુખ્ય હોદ્દા પર સ્થાન આપવામાં આવે એવી શક્યતા રહેલી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31