GSTV
Gujarat Government Advertisement

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

Last Updated on February 25, 2021 by

પાંચ રાજ્યોમાં થઇ રહેલ વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા કેટલાંક દિવસથી ઘણી હલચલ જોવા મળી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે તામિલનાડુ અને પુડુચેરીના પ્રવાસે જય રહ્યા છે. જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. જેપી નડ્ડા બંગાળમાં ભાજપના સોનાર બાંગ્લા મિશનની શરૂઆત કરાવશે. ગૃહમંત્રી અમિત શાહ પણ આજે આસામની મુલાકાતે જઈ રહ્યા છે.
પોલીસે રદ્દ કરી પરિવર્તન યાત્રાની મંજૂરી

મમતા સરકાર સામે ભાજપ જશે કોર્ટમાં

ભાજપના નેતા અર્જુન સિંહે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને દાવો કર્યો છે એ બંગાળ પોલીસે ભાજપની પરિવર્તન યાત્રાને આપવામાં આવેલ મંજૂરી રદ્દ કરી છે. આ યાત્રા કાંચરાપારા થી બૈરકપુર સુધી થવાની હતી. ભાજપના રહ્સ્ત્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ યાત્રામાં સામેલ થવાના હતા. અર્જુન સિંહે દાવો કર્યો છે કે ભાજપ આ મામલે કોર્ટમાં જશે અને યાત્રાને ફરીથી આગળ વધારશે.

દક્ષિણી રાજ્યોની મુલાકાતે પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદી આજે ચૂંટણી વાળા 2 રાજ્યોમાં મુલાકાતો કરશે. પીએમ મોદીએ પુડુચેરી અને તામિલનાડુના પ્રવાસે છે. જ્યાં તેઓ ચૂંટણી સભાઓને સંબોધન કરશે તો સાથે સાથે અનેક પ્રજાલક્ષી યોજનાઓની શરૂઆત કરાવશે. તામિલનાડુના કોઇમ્બતુરમાં પીએમ મોદી 12400 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ કરાવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33