Last Updated on February 25, 2021 by
અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો છે. શહેરમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધ્યા. મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં અમદાવાદમાં 152 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. શહેરના પૂર્વ અને પોશ વિસ્તારમાં કોરોનાએ ફરીવાર માથું ઉચક્યુ છે. શહેરના બોડકદેવના શુભમ સ્કાય, ગોતા સાયન્સ સીટીના વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યુ છે.
કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યુ
કોરોનાના કેસ વધતા તંત્ર પણ એક્શન મોડમાં આવ્યુ
આજે અમદાવાદમાં ૮૪, વડોદરામાં ૮૦, સુરતમાં ૬૪, રાજકોટમાં ૫૫, જામનગરમાં ૧૬ અને ગાંધીનગરમાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના જિલ્લાઓમાં સાત કે તેથી ઓછાં કેસો નોંધાયા છે. મહાનગરોમાં નોંધાઇ રહેલા કેસોમાં ધીમે-ધીમે નોંધાઇ રહેલો વધારો યથાવત્ છે. આજે અમદાવાદમાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુઆંક ૪૪૦૭ પર પહોંચ્યો છે.
મૃત્યુઆંક ૪૪૦૭ પર પહોંચ્યો
રાજ્યમાં છેલ્લાં બે મહિનાથી એવી પરિસ્થિતિ હતી કે નવાં કેસોની સંખ્યા કરતા વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં હતા, પરંતુ છેલ્લાં દસ દિવસથી નવાં નોંધાતા કેસો કરતા ખૂબ ઓછાં દર્દીઓને રોજ ડિસ્ચાર્જ મળી રહ્યું છે. આજે નોંધાયેલા નવાં ૩૮૦ કેસો સામે ૨૯૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેથી અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૧૮૬૯ છે. જે પૈકી ૩૩ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૮૩૬ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮,૧૬,૨૩૮ લોકોએ કોરોનાની રસીના પહેલો ડોઝ અને ૭૪,૪૫૭ લોકોએ બીજો ડોઝ મેળવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31