GSTV
Gujarat Government Advertisement

કોરોના ફરી થયો ગતિમાન: મહારાષ્ટ્રમાં નવા 8807 નવા કેસ, ધરાવી બની રહ્યું છે હોટસ્પોટ

Last Updated on February 25, 2021 by

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરી વધ્યો છે. બુધવારે ફરીવાર કોરોનાના કેસમાં ભારે  ઉછાળો જોવા મળ્યો. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8807 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ 80 લોકોના મોત થયાં છે. આ પહેલા મંગળવારે મહારાષ્ટ્રમાં 6218 કેસ નોંધાયા હતા અને 51ના મોત થયાં હતા.

કોરોના

ધારાવીમાં નવા 10 પોઝિટિવ કેસ

મુંબઈની ધારાવીમાં બુધવારે બે ડિજિટમાં નવા કેસ નોંધાયા છે. બુધવારે ધારાવીમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ધારાવીમાં કુલ કેસોની સંખ્યા 4041 થઈ છે જેમાંથી 33 એક્ટિવ કેસ છે.

કોરોના

17 જાન્યુઆરી બાદ ફરી ડબલ ડિજિટમાં કેસ

આ પહેલા 17 જાન્યુઆરીએ ધારાવીમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. તે બાદથી ધારાવીમાં કોરોનાના આંકડા ડબલ ડિજિટમાં આવ્યા નહોતા. એ સિવાય એવું પણ બન્યુ હતું કે, ધારાવીમાં કોરોનાનો એક પણ કેસ નહોતો નોંધાયો. પરંતુ હવે ધારાવીમાં કોરોનાના વધતા આંકડાઓએ ચિંતા વધારી છે.

મુંબઈમાં કોરોનાએ પકડી રફ્તાર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા ઘણાં દિવસો બાદ 1 હજારથી વધારે કોરોનાના કેસો નોંધાયા છે. મુંબઈમાં બુધવારે 1167 નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ સિવાય મુંબઈમાં કોરોનાના લીધે મુંબઈમાં ચાર લોકોના મોત થયાં છે. મુંબઈમાં ગઈ કાલે 643 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 22મી ફેબ્રુઆરીના દિવસે 760 અને 21મી ફેબ્રુઆરીના રોજ 921 પોઝિટિવ કેસ અને 20મી ફેબ્રુઆરીના દિવસે 897 નવા કેસ સામે આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33