Last Updated on February 24, 2021 by
ગુજરાતમાં કોરોના મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21 માં શાળાઓમાં જૂન 2020થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યું ન હોતું. ત્યારે ‘હોમલર્નિંગ’ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવામાં આવેલો હતો. ત્યારે હવે રાજ્યમાં શાળાઓની શરૂઆતની સાથે-સાથે શિક્ષણ વિભાગે પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું છે. ધોરણ 9થી 12માં શાળા કક્ષાએ પરીક્ષા યોજવાનું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઇને ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કરાયું છે.
સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા તેમજ ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અનુક્રમે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ દરમિયાન અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા 7 જૂનથી 15 જૂન સુધી યોજાશે. નોંધનીય છે કે, જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે તે મુજબ જ સ્કૂલો દ્વારા પ્રશ્ન પત્ર તૈયાર કરાશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલ 70 % અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો મુજબ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે.
અત્રે નોંધનીય છે કે, 1લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ-9 અને 11ના વર્ગ શરૂ થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્કૂલો દ્વારા ગાઇડલાઇનનું પાલન કરી વર્ગો શરૂ કરાયા છે. કોરોના મહામારીમાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઇને પણ ખાસ વ્યવસ્થા પણ કરાઇ છે. ધોરણ-9ના અંદાજે 9થી 10 લાખ અને ધોરણ 11ના અંદાજે 6 લાખ જેટલાં વિદ્યાર્થીઓ છે. તમામ સ્કૂલો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31