GSTV
Gujarat Government Advertisement

પતનના કારણો: ગુજરાતમાં એક પછી એક ચૂંટણી હારવા માટે કોંગ્રેસે કરી છે આટલી ભૂલો, હમણાં નહીં થાય બેઠી

Last Updated on February 24, 2021 by

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. ત્યારે આ હારના અનેક આંતરિક કારણો જવાબદાર છે. કોંગ્રેસના ધારાસભ્યોની આંતરીક લડાઇ કોંગ્રેસને લઇને ડૂબી છે. કોંગ્રેસના નેતાઓને સારા નહીં પણ મારાનો મોહ ભારે પડ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસની ‘નો રીપીટ થીયરી’ પણ કોંગ્રેસને ફળી નહીં. કોંગ્રેસ પાર્ટી આ વખતે માત્ર લોકો સુધી નહીં પરંતુ ઉમેદવારોને મેન્ડેટ પહોંચાડવામાં પણ મોડી પડી હતી.

કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડના પણ કોર્પોરેટરો કોંગ્રેસે ગુમાવ્યા

અમદાવાદમાં વર્તમાન કોર્પોરેટરર્સના વોર્ડ બદલવાનો નિર્ણય પણ કોંગ્રેસને ભારે પડ્યો. જેના કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ પણ કોંગ્રેસે ખોવાનો વારો આવ્યો. કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ સરખેજ, મક્તમપુરા, જમાલપુર, ઇન્ડિયા કોલોની જેવા વોર્ડ અને કેટલાક વોર્ડના કોર્પોરેટર કોંગ્રેસે ગુમાવ્યા છે. જો કે ફોર્મ ભરવાના છેલ્લાં દિવસની આગળની રાત્રે બદલાયેલા ઉમેદવારથી પેનલો નબળી પડી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલી વાર આમ આદમી પાર્ટી અને ઔવેસીની પાર્ટીએ ઝંપલાવ્યું. આ કારણોસર કોંગ્રેસના વોટમાં ભાગલા પણ પડ્યાં છે. કોંગ્રેસના અસંતુષ્ટોએ પાર્ટી બદલતા પણ કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થયું છે.

હાર્દિક પટેલને બાદ કરતા સુરત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ફરક્યા પણ નહીં

વાત કરીએ સુરતની તો કોંગ્રેસે સુરતમાં ખાસ સંગઠન બદલવાની જરૂરિયાત હતી. તમને જણાવી દઇએ કે, છેલ્લાં બે વર્ષથી સુરત કોંગ્રેસના શહેર પ્રમુખ બદલવાની માંગ હતી પરંતુ માંગ ન સંતોષતા સુરત કોંગ્રેસ મુક્ત બની ગઇ. માત્ર બે ટિકીટની કમઠાણમાં સુરતી પાટીદારોએ પંજાને પંચ માર્યો. આમ આદમી પાર્ટીનો વિજય થતા સુરતમાં પાટીદારોનો વિજય થયો. કોંગ્રેસ સુરતમાં 26 વર્ષ બાદ એક પણ સીટ જીતી શકી નહીં. હાર્દિક પટેલને બાદ કરતા સુરત કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ફરક્યા પણ નહીં.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ બન્યા કોંગ્રેસની હારનું કારણ

ગત વર્ષની ચૂંટણીમાં રાજકોટમાં કોંગ્રેસ બહુમતથી માત્ર 4 સીટ દૂર રહ્યું હતું. ત્યારે આ વર્ષે કોંગ્રેસ માત્ર 4 સીટ જ રાજકોટમાં મેળવી શક્યું. આ વખતની ચૂંટણીમાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો હતી પરંતુ હેલો જેવા જનઅભિયાન શરૂ કરવા છતાં કોંગ્રેસના હેલોને લોકો બાય બાય કહી દીધું. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ કોંગ્રેસની હારનું કારણ બન્યા.

આમ, કોંગ્રેસ તમામ મનપામાં કોઇ એક મુદ્દાને લોકો સુધી પહોંચાડી શકી નહીં. સર્વત્ર કોંગ્રેસને જાકારો આપતા કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસે હવે ભાજપને હરાવવા નહીં પરંતુ ગુજરાતમાં પોતાના અસ્તિત્વ માટે લડવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33