Last Updated on February 24, 2021 by
રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ સતત ઘટવાને બદલે વધતી જ જઇ રહી છે. એમાંય આંગડીયા પેઢીના વેપારીઓ સાથે ઘટતી ઘટનાઓ તો અવારનવાર સામે જ આવતી રહે છે. ત્યારે બગોદરા-બાવળા હાઇવે પર પણ ધોળા દિવસે એક એવી જ ઘટના ઘટી છે. બગોદરા-બાવળા હાઇવે પર ધોળા દિવસે આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના ઘટી હતી. ભાયલા ગામ નજીક આશરે સાડા ચાર કરોડના મુદ્દામાલની લૂંટ ચલાલીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતાં.
આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડની લૂંટમાંથી ત્રણ કિલોનું સોનું પણ લૂંટાયુ છે. બંને કર્મચારી કપડવંજ અમદાવાદથી રાજકોટ જતી એસ.ટી.બસમાં સવાર હતાં. ત્યારે એ સમયે કારમાં આવેલા છ જેટલાં અજાણ્યાં ઈસમોએ બસ રોકીને આંગડિયા પેઢીના કર્મચારીને ઈન્કમટેક્ષના કર્મચારીની કથિત ઓળખ આપી હતી. જ્યાર બાદ બન્ને કર્મચારીને કારમાં બેસાડી લૂંટી લેવામાં આવ્યા હતાં. ત્યારે આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસ વિભાગને કરવામાં આવતા જિલ્લા એસ.પી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પોલીસે લૂંટ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31