GSTV
Gujarat Government Advertisement

જામનગર મનપા/ મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદને લઇ કોણ મારશે બાજી, જાણો શું કહે છે રાજકીય સમીકરણો

Last Updated on February 24, 2021 by

રાજ્યમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાઇ ગઇ. જેમાં 6 એ 6 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ત્યારે હવે 6 એ 6 બેઠકો પર આખરે મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના પદ પર આખરે કોના નામ પર મહોર મારવામાં આવશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં જામનગર મનપામાં ફરીથી કેસરિયો લહેરાતા આખરે અહીં મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદ પર કોના નામની વરણી કરાશે એ હવે જોવાનું રહ્યું. ત્યારે અહીં આપણે જોઇશું કે ચૂંટણીમાં જીત બાદ શું કહે છે જામનગરના રાજકીય સમીકરણો.

જામનગરમાં મેયર પદ માટે આ વખતે મહિલા બેઠક અઢી વર્ષ માટે

જામનગરના 16 વોર્ડની 64 બેઠકોમાંથી 50 બેઠકો ભાજપને મળી છે. એમાંય મેયર પદની વાત કરીએ તો જામનગરમાં મેયર પદ માટે આ વખતે મહિલા બેઠક અઢી વર્ષ માટે છે. ભાજપના 50 સભ્યોમાંથી 26 મહિલાઓ અને 24 પુરૂષ સભ્યો જીત મેળવી છે. આ 26 પૈકી 6 મહિલાઓ 2 કે તેથી વધુ વખત સભ્ય બન્યા છે. જ્યારે 20 નવા મહિલા સભ્ય પ્રથમ વખત જ કોર્પોરેટર બન્યા છે.

જ્ઞાતિ ફેકટરના કારણે ભાજપ બ્રહ્મસમાજને તક આપી શકે

જામનગરમાં મેયર પદ માટે સૌથી પ્રથમ નામ બીના કોઠારીનું આગળ છે. તો બીજું નામ કુસુમબેન પંડયાનું ચર્ચાઇ રહ્યું છે. જ્ઞાતિ ફેકટરના કારણે ભાજપ બ્રહ્મસમાજને તક આપી શકે. તો ત્રીજું નામ અલ્કાબા જાડેજાનું પણ ચર્ચા રહ્યું છે. હાલમાં સક્રિય કોર્પોરેટર અલ્કાબા જાડેજાને મેયર પદ મળી શકે તેવી શકયતા છે.

આ ઉપરાંત કિષ્નાબેન સોઢા તેઓ કોર્પોરેટર અને કાર્યકર તરીકે ખૂબ જ સક્રિય છે તેમજ તેમના પતિ પણ સંગઠનમાં સક્રિય કાર્યકર છે. સીનિયર સક્રિય સભ્ય તરીકે તેમની પસંદગી થઈ શકે છે. આ સિવાય પણ ભાજપ સીનિયરોની કપાત કરીને કોઈ નવા ચહેરાને તક આપે તો કદાચ નવાઈ નહીં. ત્યારે ડેપ્યુટી મેયર પદ માટે ધર્મરાજ સિંહ જાડેજા, કિશનભાઈ માડમ અને દિવ્યેશ અકબરીના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આર.સી ફળદુના ખૂબ જ નિકટ ગોપાલભાઈ સોરઠીયા પણ ચર્ચામાં

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની જો વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગોપાલભાઈ સોરઠીયા કે જેઓ કેબિનેટ મંત્રી આર.સી ફળદુના ખૂબ જ નિકટ છે તેમજ કચ્છી ભાનુશાલી સમાજના મનીષ કટારીયાનું નામ પણ હાલ ભારે ચર્ચામાં છે.

ત્યારે હાલના વર્તમાન સમીકરણોના આધારે દર્શાવેલ તમામ ચહેરાઓમાંથી કોઈને પણ સત્તા પર બેસાડવામાં આવી શકે છે. આમ, જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓ તરીકે કોણ આવશે ? તે સવાલ ચર્ચાઇ રહ્યો છે. આમ, તો હાલના વર્તમાન સમીકરણો અનુસાર આ નામો ચર્ચાઈ રહ્યાં છે પરંતુ પાર્ટી દ્વારા આ વખતે પણ કોઈ નવા ચહેરા લાવવામાં આવે તો નવાઈ નહીં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33