Last Updated on February 24, 2021 by
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 એ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે હવે અમદાવાદના મેયરની વરણીની રાહ જોવાઇ રહી છે. નિયમ મુજબ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં મેયરની નિમણૂંક કરવામાં આવશે. સુત્રોનું માનીએ તો આગામી સપ્તાહે કોર્પોરેશનની બોર્ડ બેઠક મળશે. જેમાં મેયરની નિમણૂંક થશે.
માર્ચના પ્રથમ સપ્તાહમાં અમદાવાદને નવા મેયર મળશે. ઉલ્લેખનીય છે કે આ વખતે દલિત સમાજના પ્રતિનિધિને મેયર પદ આપવામાં આવશે. બોર્ડ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના 12 સભ્યોના નામ નક્કી કરવામાં આવશે. ત્યાર બાદ સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા સ્ટેન્ડીંગ ચેરમેનની વરણી કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આગામી સપ્તાહે મળનાર અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં અમદાવાદના નવા મેયરની વરણી કરવામા આવશે. મેયર પદ માટે આ વખતે દલિત સમાજમાંથી આવતા કોર્પોરેટરની પસંદગી કરવામાં આવનાર છે. ત્યારે નવા મેયર કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે.
ઠક્કરબાપાનગર વોર્ડના કીરીટ પરમારનું નામ મોખરે
સંભવિત નામોની વાત કરવામાં આવે તો ઠક્કરબાપાનગર વોર્ડના કીરીટ પરમારનું નામ મોખરે છે તેઓની ત્રીજી ટર્મ છે. તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે અને લાંબા સમયથી પાર્ટી સાથે સંકળાયેલ છે. તો અન્ય નામમાં વાસણાથી ચૂંટણી લડેલા હીમાંશુ વાળા પણ દાવેદાર છે. તેઓ બેન્ક મેનેજરની નોકરી છોડીને ચુંટણી લડ્યા છે. તેથી તેઓને પણ તક મળી શકે છે.
અન્ય નામમાં નવરંગપુરાના હેમંત પરમારનો સમાવેશ થાય છે. તેઓના પિતા પણ ભુતકાળમાં કોર્પોરેટર રહી ચૂક્યાં છે તો તેઓ પોતે વ્યવસાયે વકીલ છે. મણિનગરથી ચુંટણી જીતેલા ચંદ્રકાત પરમારની પ્રથમ ટર્મ હોવા છતાં તેઓને પણ આ પદ મળી શકે છે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31