GSTV
Gujarat Government Advertisement

ચેતવણી/ પીઠ અને કમરના દુખાવા માટે જવાબદાર છે તમારી રોજિંદાની આ ખોટી આદતો, કરોડરજ્જૂને થાય છે ગંભીર નુકસાન

કરોડરજ્જૂ

Last Updated on February 24, 2021 by

તમે પોતે પણ તે વાત જરૂર અનુભવી હશે અને આસપાસ મિત્રો અને સંબંધીઓને જોયા હશે કે મોટાભાગના લોકોને આજકાલ ગરદનમાં, પીઠમાં અને કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. તેનું સૌથી મોટુ કારણ છે કરોડરજ્જુને લગતી સમસ્યાઓ. તમે કઇ રીતે બેસો છે, ચાલો છો અથવા સૂવો છો- આ ત્રણેય તમારા સ્પાઇન એટલે કે કરોડરજ્જૂના હાડકા પર સારી અને ખરાબ બંને પ્રકારની અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી કેટલીક ખરાબ આદતોના કારણે તમને અવારનવાર કમર અને પીઠમાં દુખાવો થતો રહે છે. તેની પહેલા કે તમારો આ સામાન્ય દુખાવો કોઇ ગંભીર બીમારીનું રૂપ લઇ લે, તમારી આ આદતોને તરત જ બદલી નાંખો.

આ ખોટી આદતોના કારણે કરોડરજ્જુને થાય છે નુકસાન

ડેસ્ક જૉબ અથવા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસવુ

જો તમારી પણ ડેસ્ક જૉબ છે, તમે કલાકો સુધી તમારી સીટ પરથી ઉભા નથી થતાં તો નિશ્વિત રૂપે તમારી આ આદતની તમારી કરોડરજ્જૂ પર ખરાબ અસર પડશે. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાથી પીઠ અને કમરની માંસપેશીઓ, ગરદન અને કરોડરજ્જૂના હાડકા પર દબાણ વધે છે જેથી થોડા સમય બાદ ત્યાં દુખાવો થવા લાગે છે. તેના માટે તમે ગમે તેટલી આરામદાયક ખુરશી યુઝ કેમ ન કરો પરંતુ જો તમે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેશઓ તો તમને દુખાવામાં રાહત નહીં મળે. તેથી દર 30 મિટ બાદ તમારી જગ્યાએથી ઉઠો અને 2-3 મિનિટ માટે સ્ટ્રેચિંગ કરો અને ફરીથી બેસી જાઓ.

કરોડરજ્જૂ

ખોટા પોસ્ચર છે તમારી કરોડરજ્જૂના દુશ્મન

ઘણાં લોકોને તમે જોયા હશે જ્યારે તે કમ્યુટર અથવા લેપટોપ સામે બેસીને કામ કરે છે તો તેની પીઠ અને ખભા ઝૂકી જાય છે. ઘણાં લોકો સ્માર્ટફોન યુઝ કરવા દરમિયાન પણ સતત પોતાની ગરદન નીચેની તરફ ઝૂકાવીને રાખે છે. જો લાંબા સમય સુધી તમે આવા જ ખોટા પોસ્ચરમાં બેસીને કામ કરો છો તો તમારી કરોડરજ્જૂ પર ખરાબ અસર પડે છે અને ધીમે ધીમે સંકોચાવા લાગે છે જેથી પીઠ અને કમરમાં દુખાવાની સાથે શરીરની બનાવટ પણ ખરાબ થઇ જાય છે. તેથી હંમેશા સીધા ઉભા રહો. પીઠ અને કમરની સીધા રાખીને બેસો અને યોગ કરો. યોગથી પોસ્ચર સાચો કરવામાં મદદ મળે છે.

ધૂમ્રપાન કરવાથી કરોડરજ્જૂને થાય છે નુકસાન

જો તમે સ્મોકિંગ કરો છો તો સ્મોકિંગ ન કરતાં લોકોની તુલનામાં તમને પીઠ અને કમરના દુખાવાનો ખતરો 3 ગણો વધુ હોય છે. તેનું કારણ એ જ છે કે મોટાભાગના લોકો તે વાતને સમજી નથી શકતાં કે કઇ રીતે સ્મોકિંગ ફક્ત ફેફસા જ નહીં પરંતુ હાડકાને પણ પ્રભાવિત કરે છે અને કરોડરજ્જૂમાં રહેલા ડિસ્ક, સમય પહેલા જ નબળા પડવા લાગે છે. સાથે જ સ્મોકિંગના કારણે કરોડરજ્જૂમાં લોહીનો પ્રવાહ પણ ઓછો થઇ જાય છે, જેથી હાડકા નબળા થવા લાગે છે અને ઓસ્ટિયોપોરોસિસ બીમારીનો ખતરો ઉભો થાય છે.

કરોડરજ્જૂ

ભારે બેકપેકનો ઉપયોગ કરવો

જ્યારે વાત બેક પેનની આવે તો તેના માટે ભારે બેકપેકને પણ જવાબદાર માનવામાં આવે છે. ખભા પર બેગ લટકાવવાના કારણે પીઠ અને કમર પર જોર પડે છે અને માંસપેશીઓને કરોડરજજૂનું હાડકુ સપોર્ટ કરે છે, તે થાકી જાય છે. આમ તો બાળકો જે પોતાના બેગપેકમાં ઢગલાબંધ પુસ્તકો ભરીને લઇ જાય છે તેમને આ સમસ્યા વધુ થઇ શકે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે તમારા વજનના 20 ટકાથી વધુ ન હોય તમારી બેગનું વજન.

કરોડરજ્જૂ

દરેક સમયે હાઇ હિલ્સ પહેરીને રાખવી

ઘણી મહિલાઓને હાઇ હીલ્સ પહેરવી ખૂબ જ પસંદ હોય છે પરંતુ જાણતા અજાણતા જ તેમની આ આદતો કમરનો દુખાવો પણ આપે છે. ઘણાં રિસર્ચમાં આ વાત સાબિત થઇ ચુકી છે કે હાઇ હિલ્સ તમારી સ્પાઇન એટલે કે કરોડરજ્જૂના નેચરલ અલાઇનમેંટને બદલી નાંખે છે. જેથી ભવિષ્યમાં પીઠ અને કમરના દુખાવાનો ખતરો અનેકગણો વધી જાય છે. આ ઉપરાંત દરરોજ નિયમિત રૂપે હીલ્સ પહેરવાના કારણે કરોજરજ્જૂની સાથે વર્ટેબ્રા એટલે કે કશેરુકી ડિસ્કને પણ નુકસાન પહોંચે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

હેલ્થ ટીપ્સ / શું તમે જાણો છો ચૂરમાના લાડુ પર ભભરાવવામાં આવતી ખસખસના ફાયદા? જાણશો તો રહી જશો દંગ