જો ભવિષ્યમાં ટોલ પ્લાઝામાં જામ થાય છે, તો તમારે ટોલ ચૂકવવો નહીં પડે. માર્ગ પરિવહન મંત્રાલય આવી યોજના તૈયાર કરી રહ્યું છે જેથી ડ્રાઇવરોને ટ્રાફિક જામનો સામનો કરવો ન પડે. ખરેખર, ફાસ્ટાગ ફરજીયાત થયા પછી પણ ટોલ પ્લાઝા ઉપર સતત જામ થાય છે અને લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને માર્ગ પરિવહન મંત્રાલય નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.
ફાસ્ટેગનો ઉપયોગ કર્યા પછી પણ ટોલ જામમાં અટવાઈ જવાની સમસ્યા કાયમ
માર્ગ પરિવહન મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 15 ફેબ્રુઆરીથી ફાસ્ટટેગ ફરજીયાત બન્યા બાદ, એનએચએઆઈ પોતે એનએચએઆઈના તમામ ટોલ પ્લાઝા પર નજર રાખી રહી છે. દરરોજ મળી રહેલા રિપોર્ટના આધારે, તે બહાર આવી રહ્યું છે કે વાહનોમાં ફાસ્ટેગનો ઉપયોગ વધવા છતાં ટોલનાકાએ જામની સમસ્યા ઓછી થતી નથી. વાહનચાલકોમાં એ વાતની પણ નારાજગી છે કે ફાસ્ટેગનો ઉપયોગ કર્યા પછી પણ ટોલ જામમાં અટવાઈ જવાની સમસ્યા કાયમ રહી છે. જ્યારે ફાસ્ટેગ ફરજિયાત બનાવતા પહેલા એનએચએઆઈએ કહ્યું હતું કે, ફાસ્ટેગ ફરજીયાત બન્યા પછી લોકોને ટોલ પર અટકવું નહીં પડે. આ રીતે ફાસ્ટેગ લાગ્યા પછી વાહનચાલકોનો સમયમાં બચાવ થશે.
ટોલ ઓપરેટર માટે બધા ટોલ ગેટ ખોલવા ફરજિયાત રહેશે.
માર્ગ અને પરિવહન મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, દરેક ટોલ પર મર્યાદિત અંતરે લાઈન બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જ્યારે વાહનોની કતારો આ લાઇન પર પહોંચે છે, ત્યારે ટોલ ઓપરેટર માટે બધા ટોલ ગેટ ખોલવા ફરજિયાત રહેશે. આ સમય દરમિયાન, ટોલ પરના તમામ વાહનો ટોલ ભર્યા વિના રવાના થશે. જ્યારે વાહન નીકળ્યા પછી ટોલ પ્લાઝા ખાલી થઈ જાય છે, ત્યારે ટોલ ફરીથી એકત્રિત કરી શકાય છે. ટોલ પર લાઈન દોરવા માટે કેટલા અંતરની લાઈનો કરવી તે હજુ ફાઇનલ કરવામાં આવ્યું નથી. જો કે, ટ્રાફિક ફ્લો લાઇન ટોલની લંબાઈ પર આધારિત રહેશે. હાલમાં, લગભગ 752 ટોલ પર ફાસ્ટેગ ફરજિયાત બન્યાં છે. આમાં આશરે 575 એનએચએઆઈના છે અને બાકીના રાજ્યોના ટોલ પ્લાઝા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31